Western Times News

Gujarati News

MCD ચૂંટણીમાં ભાજપ જીત્યુ તો રાજકારણ છોડી દઈશઃ કેજરીવાલ

નવી દિલ્હી, દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યુ કે હિંમત હોય તો એમસીડીના ચૂંટણી સમયસર કરાવીને જુઓ અને જીતીને બતાઓ, અમે રાજકારણ છોડી દઈશુ.

શહીદી દિવસના અવસરે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી જે જોવા મળી રહ્યુ છે, તે એક રીતે શહીદોના બલિદાનનુ અપમાન છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે. સૌ જાણે છે કે આ વખતે ભાજપનો સફાયો થવાનો હતો અને પોતાની હારથી બચવા માટે તે લોકોએ પહેલા તો સ્ટેટ ઈલેક્શન કમિશન પર દબાણ નાખીને ચૂંટણીને ટાળી અને હવે સુધારો લાવી રહ્યા છે, જેના દ્વારા ચૂંટણીને કેટલાક મહિનાઓ માટે ટાળવામાં આવી રહી છે, જે ઘણુ દુખદ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો આ દેશની અંદર ચૂંટણી થઈ નહીં તો જનતંત્ર કેવી રીતે બચશે. જનતાનો અવાજ કેવી રીતે બચશે. સૌથી વધારે દુખ આજના દિવસે ભગત સિંહની આત્માને થશે, જેમણે ફાંસી પર ચઢીને દેશને આઝાદ કરાવ્યો હતો. શુ આ દિવસ માટે આઝાદ કરાવ્યો હતો કે સરકાર આવશે અને ચૂંટણી જ ખતમ કરી દેશે. આ દેશની અંદર જનતાને સરકાર પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે.

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યુ કે હાર જીત તો ચાલ્યા કરે. આજે કોઈ રાજ્યમાં આપ જીત રહ્યા છો, કોઈ રાજ્યમાં કોઈ બીજુ જીતી રહ્યુ છે. એક નાની એમસીડી ચૂંટણીમાં પોતાની હારથી બચવા માટે આ દેશ સાથે રમત ના કરો, શહીદોની શહાદત સાથે રમત ના રમો, બંધારણ સાથે છેડછાડ ના કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.