Western Times News

Gujarati News

એક વ્યક્તિને નામે વધુ પડતાં સિમ કાર્ડ આપવાના બંધ કરવામાં આવશે

નવીદિલ્હી, દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધી રહેલા ઉપયોગ વચ્ચે ટેલિકોમ ડિપાર્ટમેન્ટએ સિમ કાર્ડના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ નિયમોમાં એક વ્યક્તિના નામે ખરીદવામાં આવતાં સિમ કાર્ડની સંખ્યા અને વિદેશ જતાં નાગરિકો માટે ઇન્ટરનેશનલ રોમિંગવાળા સિમ કાર્ડ માટે જરુરી ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશમાં સિમ કાર્ડ માટે નિયમોમાં બદલવા માટે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના આદેશ પછી ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આ પગલુ ભર્યું છે. નિયમોમાં ફેરફારને લીધે સૌથી વધુ ફાયદો ઇન્ટરનેશનલ રોમિંગ વાળા ગ્રાહકોને પહોંચશે એમ માનવામાં આવી રહ્યું છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નવા નિયમો મુજબ, વિદેશ જતાં ભારતીય નાગરિકોને મદદ મળશે. આ સિવાય ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ ગ્રાહકોની ફરિયાદના ઉકેલ માટે બિલિંગની પણ માહિતી આપી છે. જેના લીધે ગ્રાહકોની સમસ્યાઓને વહેલી તકે ઉકેલવામાં મદદ મળી શકશે.

ર્ગ્‌દંઝ્‌ર મળવા પર કસ્ટમર કેયર સર્વિસ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ટેરિફ પ્લાનની માહિતી ફરજિયાત આપવી પડશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી ગ્રાહકોને મળતી સગવડો માટે વિતેલા દિવસોમાં પહેલા સિમ કાર્ડ સાથે જાેડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ એક વ્યક્તિના નામે ૯થી વધુ સિમ કાર્ડ રાખવાની સગવડને બંધ કરી દીધી છે. જે યૂઝર્સ આ નિયમની અવગણના કરશે એમના સિમ હમેશા માટે બંધ કરી દેવામાં આવશે. માનવામાં આવે છે કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ ફેરફારથી ગ્રાહકો સાથે ઓનલાઇન ફ્રોડ પર અંકુશ મેળવવામાં મદદ મળી શકશે. નવા નિયમ મુજબ ગ્રાહકોને ફેક કોલથી પણ રાહત મળશે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મુજબ એક વ્યક્તિના નામે હવે વધુમાં વધુ ૯ સિમ કાર્ડ ખરીદી શકાશે. જ્યારે પૂર્વ-ઉત્તર રાજ્યો જેમ કે અસામમાં નાગરિકોને વધુમાં વધુ ૬ સિમ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.