Western Times News

Gujarati News

રિસેપ્શનમાં વરરાજાની હરકતથી નારાજ થઇ ગઈ દૂલ્હન, પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી લીધા

ચેન્નાઈ, લગ્ન સમારોહને લઇને હંમેશા અજીબોગરીબ સમાચાર સામે આવતા રહે છે જેને સાંભળી ઘણી વખત લોકો વિચાર પડી જાય છે. આવી જ એક ચકિત કરનારી ઘટના તમિલનાડુમાં લગ્ન સમારોહમાં જાેવા મળી છે. વરરાજા અને દૂલ્હન વચ્ચે એવી ઝડપ થઇ કે લગ્નનો બધો માહોલ જ બદલી ગયો હતો. સમારોહ દરમિયાન વરરાજાએ દૂલ્હનને થપ્પડ મારી દીધી હતી. તો દૂલ્હને પોતાના પિતરાઇ ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા.

રિપોર્ટ પ્રમાણે દૂલ્હન પનરુતીની રહેવાસી છે. જ્યારે વરરાજા પેરિયાકટ્ટુપલાયમનો રહેવાસી છે. બન્નેની સગાઇ ગત વર્ષે ૬ નવેમ્બરે થઇ હતી. બન્નેના લગ્ન કદમપુલિયર ગામમાં થવાના હતા. ઘણા સમાજમાં લગ્ન પહેલા રિસેપ્શનનો રિવાજ છે.

ટીઓઆઈના મતે લગ્નમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. વરરાજા અને દૂલ્હને ડીજે પર ઘણો ડાન્સ કર્યો હતો. જાેકે સ્થિતિ તે સમયે બગડી ગઈ જ્યારે દૂલ્હનનો પિતરાઇ ભાઈ કપલનો હાથ પકડીને તેમની સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. ડાન્સ કરતા-કરતા પિતરાઇ ભાઈએ દૂલ્હનના ખભા ઉપર હાથ રાખી દીધો હતો. આ જાેઈ વરરાજા ગુસ્સે થયો અને દૂલ્હન અને તેના પિતરાઇ ભાઈને ધક્કો માર્યો હતો.

દૂલ્હનના પરિવારે જણાવ્યું કે જ્યારે દૂલ્હન સ્ટેજ પર આવી તો વરરાજાએ બધાની સામે તેને થપ્પડ મારી હતી. વાત એટલી વધી ગઈ કે દૂલ્હને લગ્ન ના કરવાનો ર્નિણય કર્યો અને માતા-પિતાએ પણ પુત્રીને તેની મંજૂરી આપી હતી.

દૂલ્હનના પરિવારને પોતાના સંબંધી વચ્ચે એક અન્ય વરરાજા મળી ગયા અને તેમને નિર્ધારિત સમય અને તારીખ પર બીજા સ્થળ પર પુત્રીના લગ્ન કરાવી લીધા હતા.આ ઘટનાને લઇને વરરાજાએ પનરુતી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે દૂલ્હનના પરિવારજનોએ તેની ધમકી આપી છે અને લગ્ન સમારોહમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ પણ કરવામાં આવી હતી. વરરાજાએ લગ્નમાં ખર્ચ થયેલા સાત લાખ રૂપિયા અને સહાયની માંગ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.