Western Times News

Gujarati News

૩૧ માર્ચથી કોરોનાના પ્રતિબંધ દૂર: માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ યથાવત

નવી દિલ્હી, કોરોનાના કેસમાં મોટો ઘટાડો થતા સરકારે ૩૧ માર્ચથી મહત્વના ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. કોરોનાના કેસ વધતા લાગુ કરાયેલા પ્રતિબંધો ઉઠાવવાનો મહત્વનો ર્નિણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે. જાેકે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પહેલાની જેમ જ યથાવત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે. જેમાં કેટલાક મહત્વના ર્નિણયો કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે. આ કારણે સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને પરત લેવાનો ર્નિણય લેવાયો છે. જાેકે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે કે કોરોનાથી બચાવ માટે સાવધાની રાખવી જાેઈએ. જાે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના કોઈ ભાગમાં કોરોનાના કેસ વધે તો રાજ્યએ તેને રોકવા માટે જરુરી પગલા ભરવાના છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (એનડીએમએ)ને કોરોના મેનેજમેન્ટ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો જાેકે, હવે તેને પરત ખેંચવાનો મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના પત્રમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જારી કરાયેલી ગાઈડલાઈન્સને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ૨૪ માર્ચ ૨૦૨૦એ પહેલીવાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ લાગુ કરવામાં આવ્યો હતો.

પત્રમાં લખવામાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક મહામારી હેઠળ પ્રકોપની સ્થિતિ અને સરકારની તૈયારીઓને ધ્યાને લીધા બાદ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ દ્વારા ર્નિણય કરાયો છે કોરોનાને અટકાવવા માટે ડીએમ એક્ટની જાેગવાઈ હવે લાગુ કરવાની કોઈ જરુરિયાત નથી. આ સાથે ભલ્લાએ પત્રમાં જણાવ્યું છે કે, લાગુ નિયમોની અવધી ૩૧ માર્ચે પૂર્ણ થઈ રહી છે અને તે પછી ગૃહ મંત્રાલય તરફથી આ સંબંધમાં કોઈ અન્ય આદેશ જારી કરવામાં આવશે નહીં.

ભારતમાં બીજી લહેરનો અંત આવ્યા બાદ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં ૨૪ કલાકમાં ૨૦૦૦ કરતા પણ ઓછા કેસ નોંધાયા છે.

૨૪ કલાકમાં દેશમાં વધુ ૬૨ મોત સાથે નવા ૧,૭૭૮ નવા કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૨૩,૦૮૭ પર પહોંચી ગયા છે. દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૧,૮૯,૧૫,૨૩૪ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ૨૪ માર્ચ ૨૦૨૦ ના રોજ દેશમાં કોવિડ-૧૯ ના નિયંત્રણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, (ડીએમ એક્ટ) ૨૦૦૫ હેઠળ પ્રથમ વખત આદેશો અને માર્ગદર્શિકા જારી કરી હતી અને તેમાં વિવિધ પ્રસંગોએ ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સંદેશાવ્યવહારમાં, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ મહિનામાં કોરોનાના સંચાલનના વિવિધ પાસાઓ, જેમ કે ડાયગ્નોસ્ટિક્સ, સર્વેલન્સ, સંપર્ક ટ્રેસિંગ, સારવાર, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસીકરણ માટે નોંધપાત્ર ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે.

લોકોમાં હવે કોવિડ-યોગ્ય વર્તણૂક પ્રત્યે ઘણી ઊંચી જાગૃતતા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ તેમની પોતાની ક્ષમતાઓ અને પ્રણાલીઓ વિકસાવી છે અને કોરોનાને સંચાલિત કરવા માટે તેમની વિગતવાર વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. છેલ્લા સાત અઠવાડિયા કે તેથી વધુ સમયથી કેસોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.

ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ રહ્યો છે. લાખો લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે અને કરોડો લોકો સમક્રમિત થયા છે. કોરોના એક વાર ફરીથી વિશ્વના અલગ-અલગ ભાગોમાં પોતાનું માથું ઉચકી રહ્યો છે. યુરોપમાં દૈનિક લાખો કેસ નોંધાય રહ્યા છે.

ચીનના કેટલાક શહેરો અને રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હોંગકોંગમાં પણ લાખો કેસ નોંધાય રહ્યા છે તો દક્ષિણ કોરિયામાં પણ ૪-૫ લાખ કેસ નોંધાય રહ્યા છે પરંતુ આટલી મોટી સમસ્યા અત્યારે ભારતમાં આવે તેમ લાગતું નથી. આનું કારણ ભારતમાં મોટા પાયે થયેલું રસીકરણ છે.

નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ના મામલાઓમાં ભારતમાં કોરોના મહામારીની નવી લહેર આવશે તો પણ તેની વધારે અસર નહીં થાય, એવો દાવો દેશના વિવિધ તબીબી નિષ્ણાતોએ કર્યો છે. એવું સૂચન પણ આપ્યું કે, હવે માસ્કની અનિવાર્યતામાંથી છૂટ આપવા માટે પણ સરકારે વિચાર કરવો જાેઈએ.

તેઓએ આનું કારણ વ્યાપક રસીકરણ અને પ્રાકૃતિક સંક્રમણથી બનેલી રોગપ્રતિકારક શક્તિ બતાવી છે. તમને જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના માત્ર ૧૭૬૧ નવા કેસ નોંધાયા હતા. આ આંકડા છેલ્લા ૬૮૮ દિવસોમાં સૌથી ઓછા છે.

જાેકે, આ દરમિયાન ૧૨૭ લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. હાલમાં ૨૬,૨૪૦ કેસ હજુ પણ સક્રિય છે, જે ઝડપથી ઘટવાની અપેક્ષા છે.

ડો. સંજય રાય એઈમ્સમાં મહામારીના વરિષ્ઠ રોગ નિષ્ણાત છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના હજારો મ્યૂટેશન થઈ ચૂક્યા છે જેમાંથી ૫ વેરિએન્ટ ખૂબ જ ખતરનાક હતા. જેણે આખી દુનિયા પર અસર કરી છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર એટલી ઝડપથી આવી કે, તેને સંભાળવાનો મોકો જ નહતો મળ્યો. જાેકે, તે દરમિયાન દેશના ૯૦%થી વધારે લોકોની હર્ડઈમ્યુનિટિ બની ગઈ હતી.

તેના કારણે લોકોમાં એન્ટીબોડી બની અને હવે તેઓે પહેલા કરતા વધુ તૈયાર છે. આવી સ્થિતિમાં, ભારતમાં લોકો કુદરતી રીતે કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં વ્યાપક રસીકરણ કરવામાં આવ્યું હતું અને તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થઈ છે. ડો. સંજય રાયે કહ્યું કે, હાલમાં ભારતમાં કોરોનાની ગંભીર લહેર આવવાની શક્યતા ઓછી છે તો સરકારે ફરજિયાત માસ્કમાંથી રાહત આપવી જાેઈએ.

સુભાષ સાલુંખેએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ની વચ્ચે કોરોનાની ત્રીજી લહેરમાં ભારતના મોટાભાગના લોકોની ઈમ્યુનિટિ ઘણી મજબૂત થઈ ગઈ છે. ભારતના ઘણા રાજ્યોમાં રસીકરણનો દર પણ ઝડપી છે તેથી વધુ ચિંતા કરવા જેવું નથી. જાે કે, આપણે બેદરકાર ન રહેવું જાેઈએ કારણ કે, વિશ્વના ઘણા દેશોની જેમ ચોથી લહેર ભારતમાં પણ આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.