Western Times News

Gujarati News

અમેરિકન કંપનીએ પૂણેની કંપની સામે કેસ દાખલ કર્યો

પૂણે, અમેરિકી બાયોફાર્માસ્યુટિકલ કંપની એચડીટી બાયો કોર્પે વોશિંગ્ટનની સંઘીય અદાલતમાં પૂણે સ્થિત એમક્યોર સામે ૯૫ કરોડ ડોલરનો કેસ દાખલ કર્યો છે. જેમાં ભારતીય કંપની પર એક નવી કોવિડ વેક્સિનના વેપાર ગુપ્ત ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એચડીટી બાયોએ કહ્યુ કે પૂણેની ફર્મએ તે નવી વેક્સિન તકનીકને ચોરી લીધી હતી, જેણે તેને ભારતમાં બનાવવા અને વેચવા માટે એમક્યોરની સહાયક કંપની જેનોવાને લાયસન્સ આપ્યુ હતુ.

અમેરિકી કંપનીએ કહ્યુ કે તેમની આ નવી રસી લક્ષિત કોશિકાઓને પ્રતિરક્ષા- વધારનાર આરએનએને પહોંચવા માટે લિપિડ ઈનઓર્ગેનિક નેનોપાર્ટિકલ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરે છે. એચડીટી બાયોએ જુલાઈ ૨૦૨૦માં જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સની સાથે એક સંભવિત કોવિડ વેક્સિનને સંયુક્ત રીતે વિકસિત કરવા માટે મેસેન્જર કે એમઆરએનએ તકનીકનો ઉપયોગ કરવા માટે એક સમાધાન પર હસ્તાક્ષર કર્યા હતા.

આ મામલે એમક્યોરના પ્રવક્તાએ જણાવ્યુ કે લાયસન્સ સમાધાન, જે કેસનો વિષય છે. જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ અને એચડીટીની વચ્ચે છે. એમક્યોર ફાર્માનો આ મામલે કોઈ સંબંધ નથી.

એમક્યોરને કાનૂની મામલાના જાણકારોએ જણાવ્યુ કે આ વિરુદ્ધ કોઈ કેસ નથી અને તેને ખોટી રીતે કેસમાં એક પાર્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

કંપની આ દાવોને ફગાવવા માટે જરૂરી કાનૂની પગલા ઉઠાવી રહ્યા છે. જ્યારે જેનોવાના પ્રવક્તાએ કહ્યુ કે અમારુ કહેવુ છે કે આ કેસમાં કોઈ કાનૂની આધાર નથી. અમારો દાવો છે કે સમાધાનના કોઈ પણ દાયિત્વ કે કાનૂનની જાેગવાઈનુ કોઈ ઉલ્લંઘન થયુ નથી. અમે આવા તુચ્છ કેસની કડકાઈથી બચાવ કરીશુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.