Western Times News

Gujarati News

હીરો મોટોકોર્પના ચેરમેનના ઘર-ઓફીસ ઉપર દરોડા

નવી દિલ્હી, દેશના સૌથી મોટા દ્વિચક્કી વાહન નિર્માતા હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પવન મુંજાલના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ પડી છે. કહેવાય છે કે પવન મુંજાલના ગુરુગ્રામ અને દિલ્હી સ્થિત ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી. જાે કે હીરો મોટોકોર્પ તરફથી દરોડાની કાર્યવાહી વિશે કોઈ નિવેદન આવ્યું નથી. હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ સામે આરોપ છે કે તેમણે પોતાના એકાઉન્ટમાં બોગસ ખર્ચ દેખાડ્યો છે.

આવકવેરા ડિપાર્ટમેન્ટ તે અંગે દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. આવકવેરા વિભાગની ટીમને જે શંકાસ્પદ ખર્ચા મળ્યા છે તેમા કેટલીક ઈનહાઉસ કંપનીઓના પણ છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિભાગના અધિકારીઓની એક ટીમ કંપની અને તેના પ્રમોટરોના નાણાકીય દસ્તાવેજાે તથા અન્ય વ્યાપારી લેવડ દેવડની તપાસ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.