Western Times News

Gujarati News

કાશ્મીરમાં મુસ્લિમોને નુકસાન થયાનો સજ્જાદ લોનનો દાવો

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને ધ કાશ્મીર ફાઈલ્સના કાલ્પનિક કામ જણાવતા કહ્યું કે, ફિલ્મના મેકર્સ દેશને નફરતમાં ડુબાડી દેશે. તેમણે એ પણ દાવો કર્યો કે, કાશ્મીરી મુસલમાનોને પંડિતોની તુલનામાં ૫૦ ગણું વધારે નુકશાન થયું છે.

તેમણે કહ્યું કે, ૧૯૯૦ના દશકમાં કાશ્મીરી મુસલમાન પંડિતોની જેમ જ લાચાર હતા. તેમણે આગળ જણાવ્યું કે, અહીં દરેક વ્યક્તિએ સહન કર્યું છે. જાેકે, તેમણે(ફિલ્મ નિર્માતાઓએ) અતિશયોક્તિ કરી છે. તેઓ જાણતા નથી કે, પંડિતો હજુ પણ અમારી સાથે રહે છે.

શું તેઓએ તેમના વિશે વિચાર્યું છે? તેઓ અમારા ભાઈ છે અને અમે તેમને પ્રેમ કરીએ છીએ પરંતુ ૧૯૯૦ના દશકમાં અમે કાશ્મીરી પંડિતોની જેમ જ અસહાય હતા.

તેમણે કહ્યું કે, હું વડાપ્રધાનને વિવેક અગ્નિહોત્રીને રાજ્યસભાના સાંસદ બનાવવાની અપીલ કરુ છું. વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર જેવા લોકો રાજ્યસભામાં જવા માટે બેતાબ છે. તેને રાજ્યસભામાં મોકલવા જાેઈએ, નહીં તો તેઓ આ દેશને નફરતમાં ડુબાડી દેશે.

તમને જણાવી દઈએ કે, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ૧૯૯૦ના દશકમાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના પલાયન પર કેન્દ્રિત છે. આ ફિલ્મ ૧૧ માર્ચે રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આને લઈને ભાજપ અને વિપક્ષો સામ-સામે છે.

૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જાેશી, દર્શન કુમાર અને અન્ય કલાકારો છે. આ ફિલ્મ ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યાની આસપાસ વણાયેલી છે. તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.