Western Times News

Gujarati News

સીસીપી દ્વારા સેન્સોડાઈન ટૂથપેસ્ટને ૧૦ લાખનો દંડ

નવી દિલ્હી, ભ્રામક પ્રચાર કરીને પોતાને સમગ્ર વિશ્વના ડેન્ટિસ્ટ્‌સ દ્વારા સૂચવવામાં આવેલી વિશ્વની નંબર-૧ સેન્સિટિવિટી ટૂથપેસ્ટ ગણાવનારી સેન્સોડાઈન ટૂથપેસ્ટ પર કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ (સીસીપીએ)એ ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે.

કંપનીને ૭ દિવસની અંદર ટીવી, ઓટીટી, યુટ્યુબ, સોશિયલ મીડિયા વગેરે તમામ માધ્યમો પરથી આ વિજ્ઞાપન હટાવી લેવા માટે કહેવામાં આવ્યું છે. મંગળવારે બહાર પાડવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે, સેન્સોડાઈન કંપનીએ ઉપભોક્તાઓને ભ્રામક વિજ્ઞાપન આપ્યા.

અગાઉ ૦૯ ફેબ્રુઆરીના રોજ પણ સેન્સોડાઈનને વિદેશી ડેન્ટિસ્ટ દ્વારા પ્રચાર કરાવાઈ રહેલા વિજ્ઞાપન રોકવા માટે કહેવામાં આવ્યું હતું. સીસીપીએપ્રમુખ નિધિ ખરેએ જણાવ્યું કે, સેન્સોડાઈનના ઉત્પાદનો પર સ્વતઃ સંજ્ઞાન લઈને તાજેતરની આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ વિજ્ઞાપનોના અનુસાર બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશના ડેન્ટિસ્ટ્‌સે સેન્સોડાઈન રેપિડ રિલીફ અને સેન્સોડાઈન ફ્રેશ જેલને દાંતની સેન્સિટિવિટી માટે ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

પોતાના બચાવમાં કંપનીએ ૨ માર્કેટ સર્વે રજૂ કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આ સર્વે ભારતમાં ડેન્ટિસ્ટ્‌સ પર થયા હતા જેના આધાર પર તેને વિદેશી ડેન્ટિસ્ટ્‌સનું મંતવ્ય જાહેર કરવામાં આવ્યું હતું. સીસીપીએએ સ્વીકાર્યું કે, કંપની પોતાના દાવાની પૃષ્ટિ માટે કોઈ નક્કર અભ્યાસ કે સામગ્રી નથી આપી શકી.

સીસીપીએના આકરા પગલાં બાદ અત્યાર સુધીમાં ૧૩ કંપનીઓએ ભ્રામક વિજ્ઞાપનો રોક્યા છે. જ્યારે અન્ય ૩ કંપનીએ પોતાના વિજ્ઞાપનમાં સુધારો કર્યો છે. સેન્સોડાઈન દ્વારા એવો દાવો પણ કરવામાં આવે છે કે, ચિકિત્સકોએ તેમની પ્રોડક્ટથી ૬૦ સેકન્ડમાં આરામની પૃષ્ટિ કરી છે. સીસીપીએએ ભારતના ઔષધિ મહાનિયંત્રક અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને તપાસ માટે કહ્યું છે.

સંગઠને કંપનીને કોસ્મેટિક લાઈસન્સ જાહેર કરનારા પોતાના સિલવાસા સ્થિત સહાયક ઔષધિ નિયંત્રક પાસે તપાસ શરૂ કરાવી હતી જે હજુ ચાલુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.