Western Times News

Gujarati News

પરિવર્તન – પ્રિઝન ટુ પ્રાઇડ પહેલના ત્રીજા તબક્કાનો પ્રારંભ

અમદાવાદ , ઇન્ડિયન ઓઇલે આજે ૮ રાજ્યો અને ૪ કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૫ જેલોમાં પસંદગીની રમતોમાં કેદીઓને તાલીમ આપવા માટે તેની ‘પરિવર્તન – પ્રિઝન ટુ પ્રાઇડ’ પહેલને આગળ વધારી છે. આ પહેલના ત્રીજા તબક્કાનું ઉદ્‌ઘાટન ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ જેલો ખાતે એક સાથે કોચિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા.

આ તબક્કો શરૂ થવાની સાથે જ આ પહેલ દ્વારા આવરી લેવાયેલી જેલોની કુલ સંખ્યા વધીને ૩૭ થઈ ગઈ છે. ઇન્ડિયન ઓઇલનું લક્ષ્ય પ્રોગ્રામના આ તબક્કામાં ૫૫૦ કેદીઓને કોચિંગ આપવાનું છે. ઇન્ડિયન ઓઇલ કોચિંગ સહાય ઉપરાંત કિટ્‌સ અને ઉપકરણો પણ ઉપલબ્ધ બનાવશે. કેદીઓને કેદ સાથે સંકળાયેલ લાંછન દૂર કરવામાં મદદ કરવા અને જેલમાંથી મુક્ત થયા પછી સમાજમાં સરળતાથી ભળી શકે તે માટે તૈયાર કરવા માટે આ અભિયાનની સંકલ્પના કરવામાં આવી હતી.

પરિવર્તન પહેલનો પ્રથમ તબક્કો ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો હતો, અને બીજાે તબક્કો ૨ ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિની ઉજવણી અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ બે તબક્કા દરમિયાન, ૧,૧૦૦થી વધુ કેદીઓને સફળતાપૂર્વક સ્પોર્ટ્‌સનું પ્રશિક્ષણ અપાયું હતું.

ત્રીજા તબક્કામાં, ઇન્ડિયન ઓઇલ, સંબંધિત રાજ્ય પોલીસના જેલ વિભાગ સાથે સંકલન કરીને, બાસ્કેટબોલ, બેડમિંટન, વોલીબોલ, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમની રમતમાં પ્રશિક્ષણની સુવિધા આપશે, જેથી જેલના કેદીઓની શારીરિક અને માનસિક સુખાકારીમાં સુધારો કરવામાં મદદ મળશે.

પરિવર્તનના ત્રીજા તબક્કામાં ભાગ લેનારી જેલોમાં બી.એમ. સેન્ટ્રલ જેલ, રાંચી, સેન્ટ્રલ જેલ, જમશેદપુર; જિલ્લા જેલ, ધનબાદ; રાજમુંદ્રી સેન્ટ્રલ જેલ, એ.પી. બેંગલુરુ જેલ; જિલ્લા જેલ, કુરુક્ષેત્ર; જયપુર સેન્ટ્રલ જેલ; સેન્ટ્રલ જેલ, રાયપુર; સબ જેલ, હલ્દવાની; જિલ્લા જેલ, દહેરાદૂન; જિલ્લા જેલ, શિલોંગ; સેન્ટ્રલ જેલ, જમ્મુ; ચંદીગઢ સેન્ટ્રલ જેલ; સેન્ટ્રલ જેલ, પુડુચેરી; પ્રોથરાપુર જેલ, પોર્ટ બ્લેરનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.