Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૬ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર ૧૬ નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ ૨૫ દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૫૬૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે.

તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧,૮૯,૬૪૯ નાગરિકોનું રસીકરણ થયું છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૯૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૯૭ નાગરિકો સ્ટેબલ છે.

જ્યારે ૧૨,૧૨,૫૬૫ નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦,૯૪૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશન ૪, રાજકોટ કોર્પોરેશન ૨, વડોદરા ૨ એમ કુલ ૧૬ કેસ નોંધાયા છે.

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૫૬૧ ને રસીનો પ્રથમ અને ૨૨૧૮૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૬૫૪ ને રસીનો પ્રથમ અને ૧૧૧૧૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૧૩૨૩૯ ને પ્રિકોર્શ ડોઝ અને ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૧૩૭૮૯૯ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૧,૮૯,૬૪૯ રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૫૦,૮૩,૬૨૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.