Western Times News

Gujarati News

૨૮ અને ૨૯ માર્ચે બેંકના કર્મચારીઓની હડતાળ

Files Photo

અમદાવાદ, બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે ૨૮ અને ૨૯ માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોયી એસોસીએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. જાણવા મળી રહ્યું છે કે સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી છે.

અગાઉ પણ અનેક વખત બેંકોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જાેવા મળશે. નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની ૮ માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે.

નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- ડ્ઢછ લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ યોજલામાં આવશે.

જાણવા મળી રહ્યું છે કે હડતાળને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાઈ જવાની શક્યતા જાેવામાં આવી રહી છે. માત્ર ગુજરાતની કુલ ૩૬૬૫ રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાળના કારણે બંધ રહેશે અને કુલ ૪૦૦૦૦ બેંક કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે. જેના કારણે ગુજરાતમાં રૂ.૨૫૦૦૦ કરોડના કુલ વ્યવહારોને અસર થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.