Western Times News

Gujarati News

આ સંકેતો હોય તો, તમારું કોલેસ્ટ્રોલ ખતરનાક લેવલ પર છે

આજકાલ સમગ્ર વિશ્વમાં હદયરોગના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલને હદયની બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ એક ચરબીયુકત પદાર્થ છે જે આપણા યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે. નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે.

ગુડ કોલેસ્ટ્રોલ એટલે એચડીએલ અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલ. એચડીએલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તે કાર્ડિયોવેસ્કયુલર રોગના જાેખમને ઘટાડવાનું કામ કરે છે, પરંતુ એલડીએલ હદયના રોગોનું કારણ બને છે. આ ધમનીઓમાં પ્લેક બિલ્ડઅપ અને અવરોધનું કારણ બની શકે છે. આ કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કાર્ડિયાક એટેકનું જાેખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

સામાન્ય રીતે લોકો એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના લક્ષણોને સમજી શકતા નથી. જાે તમને સતત અમુક સંકેતો મળતા હોય તો તમારે સાવધાન રહેવું જાેઈએ અને તરત જ તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જાેઈએ. જેથી તમે આવનારા જાેખમથી બચી શકો.

બ્લડપ્રેશરમાં વધારો: જાે તમારું બ્લડપ્રેશર નોર્મલ ન હોય અને કેટલાક સમયથી સતત વધવા લાગ્યું છે, તો તમારે સાવધાન રહેવું જાેઈએ. બ્લડપ્રેશરમાં વધારો એ પણ વધેલા કોલેસ્ટ્રોલની નિશાની છે. તો તરત જ તમારી તપાસ કરાવો.

શ્વાસની તકલીફ: કોલેસ્ટ્રોલને કારણે ધમનીઓમાં ચરબી જમા થાય છે, જેના કારણે તે સાંકડી થઈ જાય છે. આવી સ્થિતિમાં હ્ય્દયને રક્ત પરિભ્રમણમાં ઘણું કામ કરવું પડે છે. આના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થાય છે, સાથે જ છાતીમાં દુખાવો પણ થાય છે.

ત્વચા પર ડાઘ: જાે તમને હાથ, પગ અથવા ત્વચા પર અન્ય કોઈ જગ્યાએ નારંગી, પીળા રંગના નિશાન દેખાય તો તે હાઈ કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે. આને હળવાશથી ન લો અને તરત જ ચેકઅપ કરાવો.

આંખની આસપાસ ફોલ્લીઓ: જાે તમે તમારી આંખો પર પીળા ફોલ્લીઓ જુઓ છો તો આ લક્ષણોને અવગણશો નહી. આ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના સંકેત હોઈ શકે છે. આ કિસ્સામાં તાત્કાલિક તપાસ થવી જાેઈએ.

વારંવાર પગમાં દુખાવો: જયારે તમારા પગની ધમનીઓ બ્લોક થઈ જાય છે, ત્યારે પુરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત લોહી પગ સુધી પહોચતું નથી તેનાથી પગમાં દુખાવો, સોજાે અને ખેંચાણ થઈ શકે છે. આ કિસ્સામાં તમારે નિષ્ણાતની સલાહ લેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.