Western Times News

Latest News from Gujarat

કોલાઈટિસ, મરડો, આમસંગ્રહણી, રક્તાતીસાર કયા કારણે થાય છે

કારણની શોધ કરીએ તો મોટે ભાગે પાચનતંત્રની નબળાઈ અને અહિતાશન મુખ્ય હોય છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવો, ભૂખ કરતાં વધારે અને સ્વાદવશ થઇને લેવાતો મિથ્યા આહાર મરડા માટે નિમંત્રક બને છે. ખૂબ ભારે, અતિસ્નિગ્ધ અને વધુ પ્રમાણમાં લેવાયેલો આહાર જલદીથી પચતો નથી અને આંતરડાને ખરાબ કરે છે.

વારંવાર આ રીતનો આહાર લેવાયા કરે તો આમ તથા કફની ઉત્પત્તિ વધે છે અને આ કફ આંતરડાની અંદરની દિવાલ પર ચોંટતો જાય છે. ધીમે ધીમે તે વાયુના માર્ગને અવરોધે છે. આ રીતે પ્રકુપિત થયેલો વાયુ આંતરડાની દિવાલમાં ચોંટેલા કફને મળની સાથે બળપૂર્વક બહાર કાઢે છે અને તેથી ચુંકાઈને મળપ્રવૃત્તિ થાય છે.

વધુ પડતું અને વારંવાર પાણી પીવાથી, ગંદુ કે પ્રદૂષિત પાણી પીવાથી અને આગળનો આહાર હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં ઉપરા ઉપરી ખા…ખા… કરવાથી પણ મરડો થવાની શક્યતાને બળ મળે છે. વિરુધ્ધ આહાર, કાચેકાચો અપકવ આહાર, વિષમ ભોજન અને દૂષિત મધ્યપાન પણ મરડાના કારણ તરીકે ગણાવેલ છે. ભય, ઉદ્વેગ, ચિંતા, શોક જેવા માનસિક કારણોથી પણ આ વ્યાધિ થાય અથવા તો વધે છે.

આમ છતાં પેટ સાફ આવ્યું હોય એવું લાગતું નથી. મળ પ્રવૃત્તિ વખતે વ્યક્તિએ જાેર કરી કરાંજવું પડે છે. અને એકી સાથે, સરળતાથી ‘હાશ…’ થાય એ રીતે ઝાડો થતો નથી. થોડી થોડી વારે ચીકણો, કફ કે ‘આમ’ સાથેનો ઝાડો થતો રહે છે અને તેથી વ્યક્તિ થાકી જાય છે.

મરડાની તીવ્ર અવસ્થામાં વ્યક્તિ જાજરૃ જઇને હજુ તો હાથ ધોતી હોય ત્યાં ફરીથી વીંટ આવવાની શરૃ થાય છે અને દોડીને ફરી પાછું સંડાસમાં પહોંચી જવું પડે છે. થોડીવાર બેસી રહેવા છતાં નહીં જેવો જળસ ચીકાશ યુક્ત ઝાડો માંડ થાય છે. કોઈવાર ચીકાશની સાથે થોડું લોહી પડતું હોય એવું પણ લાગે છે.

પગની એડીઓમાં ગોટલા ચડે છે અને ક્યારેક તો જીવ ચાલ્યો જતો હોય એવી હાલત થાય છે. ખાવાનું ભાવતું નથી. જઠરાગ્નિ એકદમ મંદ પડી જાય છે અને જીભ પર સફેદ છારી બાઝેલી હોય છે. અતિસાર ઝાડા તથા મરડાના જે કારણો ગણાવ્યા છે તેમાં એક ધ્યાન આપવા જેવું કારણ છે .આ રોગ વીસથી ચાલીસ વર્ષની વયના લોકોમાં વધુ જાેવા મળે છે.

સ્ત્રીઓ તથા બાળકોમાં આનું પ્રમાણ ઓછું જાેવ મળે છે. ગરમ પ્રદેશમાં કે વધુ પડતી ગરમી પડતી હોય તેવા રાજ્યોમાં આ રોગ વિશેષ થાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં કે જ્યાં જાજરૃની વ્યવસ્થા નથી, ત્યાં લોકો ખુલ્લામાં મળ પ્રવૃત્તિ કરે છે. જેને મરડો થયો છે તેવા લોકો પણ ખૂલ્લામાં જાજરૃ જાય છે અને થોડી વારમાં જ તેના પર માખીઓ બણબણે છે.

આમ ત્યાંથી ઉડેલી માખી ઘરમાં ખુલ્લી પડેલી રસોઈ પર કે બજારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો પર બેસે છે અને એમ મરડાનો ચેપ ફેલાતો રહે છે. સૂકાયેલું વાસી માંસ. માંસાહાર કરતા લોકો ભાગ્યે જ એ જાણતા હોય છે કે પોતાને જે પશુનું માંસ વેચવા કે પીરસવામાં આવે છે તેને કોઈ રોગ હતો કે કેમ ? જેમ માણસોને તેમ પશુઓને પણ ક્ષય, આંતરડાના દરદો કે કેન્સર જેવા રોગો પણ થઇ શકે છે. બગડેલું વાસી માંસ, પાચનતંત્રને બગાડી ખાનાર વ્યક્તિના શરીરમાં મરડાના બીજ જીવાણુ ને રોપી શકે છે.

બીલીના કાચા કોમળ ફળના ગભવને સુકવીને બનાવેલુાં ચુણવ અતીસાર-ઝાડા, મરડો, સાંગ્રહણી, કોલાયટીસ(મોટા આાંતરડાનો સોજાે), રક્તાતીસારમાં ખુબ જ રાહત કરે છે. એક ચમચી આ ચૂર્ણ દીવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવાથી ઝાડામાં પડતુાં લોહી બાંધ થાય છે. ઉપરોક્ત બધી વીકૃતીઓમાં પણ ફાયદો થાય છે. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, વાયુ અને કફ મટે છે.

જાે મરડો ખુબ જ જુનો હોય તો બીલીના ફળનો ગભવ અને એટલા જ વજનના તલનુાં ચુણવ તાજા મોળા દહીંની તર સાથે સવાર-સાંજ લેવાથી મટે છે. જાે મળ સાથે રક્તસ્રાવ થતો હોય તો આમાં એક ચમચી સાકર મીશ્ર કરી પીવુાં. બીલાનો ગભવ, ઘોડાવજ અને વરીયાળીનુાં સરખા વજને મેળવેલ ચૂર્ણ મરડામાં અકસીર છે.

કાચા બીલાના ગભને સુકવી બનાવેલ એક ચમચી ચૂર્ણ એટલી જ સાકર સાથે સવાર-સાંજ લેવાથી ઝાડા મટે છે. બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસ્રાવ મટે છે. ઉનાળામાં દરરોજ બીલાનુાં શરબત પીવાથી આાંતરડા મજબુત બને છે અને પાચન શક્તી સુધરે છે.

પાચનશક્તી સારી રાખવા માટે એ આશીવાદ સમાન છે. બીલામાાંથી બનાવવામાં આવતા ચાટણને બીલ્વાવલેહ કહે છે. એકથી બે ચમચી બીલ્વાવલેહનુાં સવાર, બપોર, સાંજ સેવન કરવાથી પણ મરડો, સાંગ્રહણી અને પાતળા ઝાડા મટે છે. બીલીના પાનનો રસ પણ રક્તસ્રાવને રોકે છે. બીલીના પાન ખુબ વાટી પેસ્ટ બનાવી ન રુઝાતાં ચાંદાં પર લગાવવાથી થોડા જ દીવસોમાં એ મટી જાય છે.

રસતંત્ર સાર અને સિદ્ધયોગ સંગ્રહ નામના ગ્રંથમાંથી અર્શરોગને ધ્યાનમાં રાખીને કાંકાયન ગૂટિકાનો એક જુદો પાઠ પણ જાેવા મળે છે. આમાં ચિત્રક મૂળ, હરડેની છાલ ૨૦૦ ગ્રામ, જીરૂ, પીપરીમૂળ, ચવક, સૂંઠ, મરી અને લીંડીપીપર એ દરેક ચાલીસ ગ્રામ, જવખાર એંસી ગ્રામ, શુદ્ધ ભિલામો ક્રણસો વીસ ગ્રામ અને સૂરણ છસો ચાલીસ ગ્રામ લેવાનું છે.

આ બધાને ઘૂંટીને ઘટ્ટ બને ત્યારે ચણીબોર જેવડી ગોળીઓ વાળી લેવાની છે. એકથી બે ગોળી દિવસમાં બે વાર તાજી મોળી છાસ અથવા તો પાણી સાથે લેવી. ગોળી લેતાં પહેલાં અને પછી અડધી ચમચી જેટલું ગાયનું ઘી ચાટી જવું કેમ કે એમાં ભિલામો આવે છે. વાયુ અને કફથી થતા અર્શમાં એ ઉત્તમ પરિણામ આપે છે. આ ઉપરાંત સંગ્રહણી, મંદાગ્નિ અને પાંડુરોગમાં પણ કાંકાયન ગુટિકા સારું પરિણામ આપે છે.

ડુંગળીને પથ્થર ઉપર બારીક વાટીને બેચાર વાર પાણીથી ધોઈ, દહીં મેળવી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી આમ અને લોહીના ઝાડા બંધ થાય છે. અઃામ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-અઃાહાર,જે લાંબા વખતે શરીરમાં અનેક વિકારો જન્માવે છે. આદુ અને સુંઠ અઃામના પાચન માટે ઉત્તમ છે.

અઃાદુ મળને ભેદનાર તથા વાયુ અને કફના રોગોને મટાડનાર છે. મંદાગિન, કટીશળ, અજીર્ણ, અતિસાર, સંગ્રહણી, શિરઃશળ, અરુચિ, મોળ અઃાવવી અઃા બધા રોગો અઃામમાંથી જન્મે છે. જેમને અઃામની તકલીફ હોય તેમણે જમ્યા પહેલાં લીંબુ નિચોવી અઃાદુના ટૂકડા ખૂબ ચાવીને ખાવા જાેઈએ.

૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ર૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ (જુઓ અનુક્રમ) સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગિનમાંદા, ઉદરવાત, આમવૃદ્ધિ, અરુચિ અને કફવદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.

બે દિવસ માત્ર સુંઠ કે આદુના ટૂકડા અને લીંબુ નાખેલ મગના પાણી પર રહેવાથી શરીર નિરામ બને છે. આ પછી એક ચમચી સુંઠ, પા ચમચી અજમો, એક ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી મિશ્ર કરી દરરોજ સવારે અને સાંજે ચાટી જવાથી પાચન શક્તિ સુધરે છે.

આમઃ આામજન્ય શૂળ, લસણ ૮૦ ગ્રામ, એરંડિયું પ ગ્રામ, સિંધવ ૩ ગ્રામ અને ધીમાં શેકેલી હિંગ ૧ ગ્રામ બારીક ઘુંટી રોજ ૧૦-૧૦ ગ્રામ લેવાથી આમજન્ય શ્રેળ મટે છે. આામ જ્વર મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી આમજવર મટે છે.

આમદોષ જેમને ઝાડો કાયમ ચીકણો, અન્નમદોષવાળો અને પાણીમાં ડૂબી જાય તેવો થતો હોય, ઝાડો ભારે તકલીફથી ઉતરતો હોય તો અઃાદુ અથવા સુંઠ નાખી ઉકાળેલું પાણી રોજ નરણા કોઠે ૧-૨ ગ્લાસ પીવાની ટેવ રાખો. આમ વાત  એરંડનું મગજ અને સુંઠ સરખા ભાગે લઈ તેમાં તેટલી જ ખાંડ નાંખી ગોળીઓ બનાવી આમવાતમાં સવારે લેવાથી ફાયદો થાય છે.

મેથી અને સુંઠનું ૪-૪ ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં મેળવીને થોડા દિવસ સુધી લેવાથી કબજિયાત દૂર થાય છે અને યકૃત બળવાન બને છે. એના ઉપાય માટે ધાણા, સુંઠ અને એરંડાના મૂળ સરખા વજને લઈ અધકચરા ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભૂકો નાખી બરાબર ઉકાળવું.

જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવું. આ ઉકાળો સવાર-સાંજ એકાદ મહિનો પીવો જાેઈએ. રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમાં ૨ ગ્રામ સુંઠનું ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દિવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે.

સિંહનાદ ગૂગળ હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દિવેલ (એરંડિયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સિંહનાદ ગૂગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહિત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.

આમાતિસાર  મેથીનું ચાર-ચાર ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મઠ્ઠામાં મેળવી લેવાથી આમાતિસાર મટે છે. વરિયાળીનો ઉકાળો કરી પીવાથી અથવા સુંઠ અને વરિયાળી ધીમાં શેકી, ખાંડી, તેની ફાકી મારવાથી આમનું પાચન થાય છે, તેમ જ આમાતિસારમાં ફાયદો થાય છે.

સૂંઠ, જીરુ અને સિંધવનું ચૂર્ણ તાજા દહીંના મઠામાં ભોજન બાદ પીવાથી જુના અતિસારનો મળ બંધાય છે, આમ ઓછો થાય છે અને અન્નપાચન થાય છે. સુંઠ પ ગ્રામ અને જુનો ગોળ પ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી આમાતિસાર, અજીર્ણ, અને ગેસ મટે.

અતિસાર-ઝાડા, ગ્રહણી-સંગ્રહણી, મરડો, વગેરે જેવા પેટ અને આંતરડાના મળમાર્ગ સંબંધિત રોગો માટે નીચેની પરેજી પાળવી…. આહાર, મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.

છાશ નિયમિત લેવી, દિવસે ન સૂવું, તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. વાસી ખોરાક ન લેવો. વિરુદ્ધ આહારઃ વિરુદ્ધ આહાર એ મોટા ભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.

ફ્રીજનું પાણી ન પીવું કે ફ્રીજ માં મૂકેલી વસ્તુઓ ન લેવી. દાડમ, સફરજન, મોસંબી, પાઇનેપલ જેવા ફળો લઇ શકાય. ભૂખ લાગે ત્યારે થોડું – થોડું ખાવું. મમરા, ખાખરા, પાતળી ફૂલકા રોટલી જેવો હળવો ખોરાક રાખવો.

પાણી ઊકાળવાની રીત, સવારથી સાંજ સુધી જેટલુ પાણી જાેઇએ તેનાથી બમણું  પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી – વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી તેને ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો.

અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી કજાેઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું. બહારનાં નાસ્તાથી દૂર રહેવું. આપવામાં આવતી તમામ દવા તે કોઇપણ બીજી દવાની સાથે લેવામાં વાંધો ન આવે તેથી બીજી કોઇ સારવાર લેવાની જરૂર પડે ત્યારે આ દવા બંધ રાખવાની જરૂર નથી.

એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી. જમ્યા પછી તરત જ આડા ન પડતાં સો ડગલાં ચાલવું અન શક્ય હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસન માં બેસવું.સવારે નિયમિત પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાં. જમ્યા પછી લેવાની દવા સિવાયની તમામ દવા ગમે ત્યારે (ભૂખ્યા પેટે પણ્) લઇ શકાય, તે ગરમ પડશે નહિં. બધી દવા એક સાથે અથવા વારાફરતી થોડી થોડી વારે પણ લઇ શકાય.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon