Western Times News

Gujarati News

ચહેરાની જેમ પગની માવજત કરોઃ ક્રીમ અથવા તેલથી પગની માલિશ કરો

સોહામણા દેખાતા ચહેરા ધરાવતી વ્યક્તિના જાે પગ કદરૂપા હોય તો તેના સુંદર ચહેરા પર લાંછન લાગ્યા જેવું થઇ જાય છે. ચહેરાની પગની કાળજી લેવી પણ અત્યાવશ્યક છે. પગને મુલાયમ અને સુંદર બનાવા માટે કોઇ લાંબી પળોજણ પણ કરવાની હોતી નથી.

ઘરમાં મળી રહેતી સામગ્રીથી જ જાે તેની સુંદરતા માટેના ઉપાયો કરી શકાતા હોય તો તેની જાળવણીમાં આળસુ શું કામ કરવી જાેઇએ ? સુંદરતામાં સુંદર મુલાયમ પગનું પણ એટલું જ મહત્વ છે જેટલું કે ચહેરાનું. ચહેરા પર અને શરીરના અન્ય અંગોની જેમ પગની પણ જાળવણી કરવી જાેઇએ.

તમારા રોજિંદા કામમાંથી થોડો સમય કાઢી પગની દેખ ભાળમાં આપો પછી જુઓ કે તમારા પગ કેટલી ઝડપથી સુંદર અને મુલાયમ બની જાય છે. નવરાશના સમયે અથવા ટીવી જાેતી વેળાએ કોઇ સારી ક્રીમ અથવા તેલથી હલકા હાથે ગોળાકારમાં પગની માલિશ કરો.

થોડીવારમાં તેલ ત્વચામાં ઊતરી જશે. તેનાથી થાકેલા પગને આરામ મળશે અને સૂકી ત્વચા મુલાયમ બની રહેશે. નહાતી વખતે શરીર પર ઘસવાના હલકા છિદ્રાળુ પથ્થર વડે પગની સારી રીતે સફાઇ કરો જેથી ફાટેલી ત્વચા નીકળી જાય. ન્હાયા પછી કોઇ સારુ બોડીલોશન કે ક્રીમ પગ પર લગાવો.

જાે પગમાં પરસેવો વધુ થતો હોય તો સાધારણ ગરમ પાણીમાં લીંબુના થોડાક ટીપા નાખીને, પગને તેમાં ડુબાડેલા રાખો. પ્દર મિનિટ પછી પગને લૂછીને નાખો ત્યારબાદ થોડી મુલતાની માટીમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવી લો અને તેનું પાતળુ પડ પગ ઉપર લગાવો. મુલતાની માટી સુકાઇ ગયા બાદ પગને ધોઇ લો.

તમારા પગમાં થતા પરસેવાની સમસ્યાથી બચવા પગ ઉપર સારી રીતે પાઉડર લગાવીને જ જૂતા પહેરો. ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં થોડી વાર સુધી પગ મૂકી રાખો. તેનાથી તમારા પગ થાકેલા પગને આરામ મળશે. મુલતાની માટીમાં દહીં ઉમેરીને તેની પેસ્ટ બનાવી પગ પર લગાવી લો અને સુકાઇ ગયા બાદ તેને ધોઇ નાખો.

તેનાથી પગ મુલાયમ થઇ જશે. પગની ત્વચા ખૂબ વધારે સુકાઇ ગઇ હોય તો સાધારણ ગરમ પાણીમાં ઓલિવ ઓઇલ નાખી પંદર મિનિટ સુધી તમારા પગ તેમાં પલાળેલા રાખો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.