Western Times News

Latest News from Gujarat

એક એવું ગામ જયાં ફિલ્મોનું શૂટીંગ અને ટુરીસ્ટ વૉક સિવાય બીજુ કશું નથી

ઈટાલી ખ્રિસ્તી ધર્મના મુખ્ય મથક વેટીકન સિટીના નામે પ્રખ્યાત છે તો તેના પુરાતત્વીય સ્થળો અને રોમાંચકારી સ્થળોને કારણે પણ જાણીતું છે.  ભારતના રાજકારણમાં ઈટલીનો છાશવારે ઉલ્લેખ થતો રહે છે. જાે કે ‘અહીં જે વાત કરવાની છે તે ઈટલીના એક એવા ગામની કે જ્યાં ઈતિહાસ ધરબાયેલો છે. તેની મુલાકાત લેનાર પ્રવાસીએ તેનુ અદ્દભૂત વર્ણન કર્યુ છે.

એ પ્રવાસીના શબ્દોમાં જ… સાઉથ ઈટલીમાં ટરાન્ટો  (Taranto, South Italy) સુંદર દ્રષ્યો અને ઈમારતોથી ભરેલુ છે. છતાંય ત્યાં સૌથી યાદગાર મેમરી ત્યાંના ઐતિહાસિક એપાર્ટમેન્ટના પાર્કિંગની છે. આગલી રાત્રે અમારી હોસ્ટ અમને સવારે બ્રેકફાસ્ટ માટે પોતાનું માનીતું કેફે સજેસ્ટ કર્યુ હતુ. ત્યાં તો અમે પહલાં ચાલીનેે બ્રકફાસ્ટ કરી આવ્યા. તેમ કરવામાં ટાઉનની અલગ અલગ ગલીઓમાં પણ આંટો મારવા મળ્યો. ઈટલીની પોસ્ટ્રીઝ અને ઓથેન્ટીક કાપુચીનો સાથે સવારની તાજગી મજા કરાવે એવી હતી.

કેફેમાં કોફી મશીન્સની વેરાઈટી વચ્ચે કોફીની સુગંધ પણ માહોલમાં વધુ તાજગી ઉમેરી રહી હતી. ત્યાં જ અંદરના સોફા પર બેસીને કલાકો સુધી બુક વાંગ્યા કરવાનું મન થાય એમ હતુ. એ પ્રકારનું વેકેશન પણ ક્યારેક કરવા મળે છે. પણ આ વેકેશન એ પ્રકારનું નહોતુ.

એટલે અમે બહાર તડકામાં ટેરેસ ટેબલ પર બેસીનો સ્પ્રિંગનો હળવો તડકો માણ્યો. આ વિસ્તારના કેટલાંક વૃધ્ધો આગલી સાંજેે જાેયા હતા. તે હવેે ફરી આંટા મારતા દેખાવા લાગ્યા હતા. ૧૯૬૩માં ંક્રાકોમાં પાણીની પાઈપ લાઈનો અને ગટર વ્યવસ્થામાં ખરાબીના કારણે લેન્ડસ્લાઈડ થવા લાગી.

હવે ટકેરી ઉપર વસેલા ગામમાં જમીન ઘસવા લાગી તો ત્યાં લોકો શાંતિથી કઈ રીતે રહી શકે. તેમાં ૧૯૭રમાં પૂર આવ્યુ, પછી ૧૯૮૦માં ધરતીકંપ અને ગામ સાવ ખાલી થઈ ગયુ. હવે આ મોકો લઈને ગામથી મોટી સંખ્યામાં માણસો અમેરીકામાં જઈ વસ્યા.

ત્યારથી ગામ એવું ખાલી થઈ ગયુ છે કે ત્યાં ઐતિહાસિક અને હોરર ફિલ્મો અને ટી.વી સીરિયલોનું શૂટીંગ અને ટુરીસ્ટ વૉક સિવાય બીજુ કશુૃ નથી થતુ. ચારસો મીટરની ઉંચાઈ પર વસેેલા ક્રાકો ગામ સુધી પહોંચવામાં વાર લાગી કારણ કે તે તેની વ્યુ ઘણા અગાઉ જ નજરે પડવા લાગ્યો હતો. પહેલી વાર દેખાયો તો બધા ઉત્સાહમાં આવીને ગાડીમાંથી ઉતરીને ફોટા પાડવા મંડી પડ્યા.

થોડા આગળથી વધુ સારો વ્યુ આવ્યો. બે વળાંક પછી ત્યાં કાર ફરી પાર્ક કરીને ઉતરવામાં કોઈને રસ બાકી ન રહ્યો. પણ કોઈ ભૂતિયા ફિલ્મના લોકેશન તરફ અમે આગળ વધી રહ્યા હોઈએ એવી અનુભૂતિ જરૂર થવા લાગી હતી. ઈ.સ.પૂર્વેથી અહીં કોઈને કોઈ સ્વરૂપે ગામ વસતુ હતુ.

ત્યારથી છેક બે હજાર વર્ષો સુધી ક્રાકોમાં યુરોપમાં જે પણ બનતુ હતુ તે જ પ્રકારના પોલીટીકલ કાવાદાવા, નેપોલીયન સમયના યુધ્ધો, સમય સાથે ખેતી, વાહન વ્યવહાર, સાયન્સ સાથે સંકળાયેલા ડેવલપમેન્ટ, બધુ બનતુ આવતુ હતુ. બસ વીસમી સદીની શરૂઆતમાં ત્યાંની જમીનમાં હિલચાલ શરૂ થઈ અને શહેરની જાણે કિસ્મત બદલાવા લાગી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon