Western Times News

Gujarati News

મોંઘવારીએ માઝા મૂકી તો હવે ચુલો સળગાવવો પડશે

ઉપલેટા, પાંચ વર્ષ પહેલા પીએમ મોદી ચૂંટણી પ્રચારમા ગરીબ પરિવારોને ગેસ કનેક્ટિવિટી આપવાને લઈને પ્રચાર કરતા હતા. તેઓ જનસભામાં કહેતા હતા કે, મહિલાઓ દિવસમાં ૪૦૦ સિગારેટ પી જાય છે. અહીં ધુમ્રપાન કરનારી હાઇ પ્રોફાઇલ મહિલાઓની વાત નથી.

પરંતુ લાકડા અને કોલસાથી રસોઇ બનાવનાર મહિલાઓની વાત છે. લાકડાથી રસોઇ બનાવતી વખતે મહિલાઓ દિવસમાં ૪૦૦ સિગારેટ જેટલો ધુમાડો પોતાના શરીરમાં ઉતારે છે. બજેટમાં અમે ગરીબ પરિવારોને ગેસ કનેકશન આપવાનું બીડુ ઉપાડ્યું છે. કામ ઘણું કઠીન છે.

પરંતુ પાંચ કરોડ પરિવારોના લોકોને આનો ફાયદો થશે અને આગામી ત્રણ વર્ષમાં આ કામ પૂર્ણ કરાશે. તેઓ ગરીબ મહિલાઓને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવાની અને અચ્છે દિન લાવવાની વાત કરતા હતા. પરંતુ પાંચ વર્ષમાં સમયનુ ચક્ર એવુ પલટાયુ છે કે, ગરીબ મહિલાઓને ફરીથી ચુલા રૂપી સિગારેટ પીવાની ફરજ પડી રહી છે.

મોંઘવારીએ એવી માઝા મૂકી છે, મધ્યમ વર્ગીય લોકોને પણ ગેસનો બોટલ પોસાય તેમ નથી. ત્યારે હવે ભારતીય મહિલાઓને ફરીથી ચુલા પર ભોજન બનાવવુ પડશે. ત્યારે ધોરાજીની મહિલાઓએ સરકાર સામે પોતાની વ્યથા ઠાલવીને ચુલા પર ભોજન બનાવીને વિરોધ દર્શાવ્યો હતો.

દેશમા દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે. ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવો આસમાને ચડી ગયા છે. મોંઘવારીએ પણ માજા મૂકી છે, ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે. છેલ્લા બે વર્ષ કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાંખી છે. એક તરફ, ધંધો, વેપાર, રોજગારમાં ભારે અસર પડી.

કોરોના કાળમા ગરીબ પરીવાર અને મધ્યમ પરીવાર પોતાના અને પોતાના સ્વજનોના આરોગ્યને લઈને ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. કોરોનાની હાલ ત્રીજી લહેરમા વાંધો ન આવ્યો. ધંધો, વેપાર, રોજગારમાં લોકોની ગાડી માંડ પાટે ચડી અને જનતાએ રાહતનો શ્વાસ લીધો ત્યા મોંઘવારીની મોટી આફત આવીને ઉભી છે. દિવસેને દિવસે વધતી મોંઘવારીએ ફરી સામાન્ય ગરીબ વર્ગના પરિવારમા ચિંતા વધારી છે.

ખાદ્ય, તેલ, અન્ય ચીજવસ્તુઓ તથા ઘર વપરાશમા આવતા ગેસમા કમરતોડ ભાવ વધારો આવતા ગરીબ પરિવારોનું બજેટ ડામાડોળ થઈ ગયુ છે. ઘર વપરાશના ગેસના બાટલામા વધારો થતા ધોરાજીની કૈલાશ નગરમા રહેતી મહિલાઓએ સરકાર સામે પોતાની વ્યથા ઠાલવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.