Western Times News

Gujarati News

એક વર્ષમાં ૩૬ ટકા વાહન ચાલકો ટ્રેક ટેસ્ટમાં નાપાસ

ગાંધીનગર, માર્ગ અકસ્માતના બનાવો ઉપર નિયંત્રણ લાવવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્રારા રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત રાજ્યભરની ૧૪ સેન્સર બેઝ ડ્રાઈવીંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે. જેને પરિણામે લાયસન્સ કઢાવવા માટે વાહન ચાલકે નિયત કરેલા નિયનમોનુસાર ડ્રાઈવીંગ ટ્રેકનો ટેસ્ટ પાસ કરવાનો હોય છે.

આથી વાહન ચાલકને ટ્રેકની પરીક્ષા પાસ કરવી કપરી બની રહે છે. તેમાં ફોર અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે ડ્રાઈવીંગ ટેસ્ટ માટે અલગ-અલગ નિયમો રાખવામાં આવ્યા છે. જેમાં ટુ-વ્હીલરના સંચાલકોએ માત્ર અંગ્રેજી મૂળાક્ષરમાં આઠ બનાવવાનો હોય છે.

આથી ટુ-વ્હીલરના ૨૯ ટકા ચાલકો ડ્રાઈવીંગ ટેસ્ટમાં મંજિલ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. જ્યારે ફોર વ્હીલરના ચાલકો માટે ડ્રાઈવીંગ ટ્રેક ઉપર જુદા-જુદા ચાર તબક્કા નિયત કરવામાં આવ્યા છે.

ફોર વ્હીલરની ચાલકોએ પ્રથમ સ્ટેજે ઢાળમાં ગાડીને ત્રણ મિનિટ સુધી ઊભી રાખવાની અને જાે ગાડી ૧૫ ઈંચ સુધી પાછી પડે તો માન્ય પરંતુ વધુ પાછળ પડે તો અમાન્ય ગણવામાં આવે છે.

પાકિર્ંગમાં ચાલકે દોઢ મિનિટ સુધી ગાડીને પાર્ક કરવાની, ત્રણ મિનિટમાં અંગ્રેજી મૂળાક્ષર આઠ બનાવવાનો અને ત્રણ મિનિટમાં ચાલકે ગાડીને નિયત કર્યા મુજબ રીવર્સ લેવાની હોય છે. ટ્રેક ઉપર ટેસ્ટ આપતી વખતે સેન્સરને અડી જાય તેના માટે દરેક તબક્કે અલગ-અલગ નિયમો રાખવામાં આવ્યા છે. જેને પરિણામે છેલ્લા એક વર્ષમાં ફોર વ્હીલરના ૪૪ ટકા ચાલકો ડ્રાઈવીંગ ટેસ્ટને સફળતાથી પાર કરી શકતા નથી.

જિલ્લાની આરટીઓ કચેરીમાં છેલ્લા એક વર્ષમાં ટુ-વ્હીલરના ૧૮૫૪૫ ચાલકોએ ટ્રેક ઉપર ટેસ્ટ આપ્યો હતો. જેમાંથી ૧૩૨૪૬ પાસ અને ૫૨૯૯ ચાલકો નાપાસ થયા છે. જ્યારે ટુ વ્હીલરની સરખામણીએ ફોર વ્હીલરના ચાલકો માટે ડ્રાઈવીંગ ટ્રેક કપરો હોય તેમ છેલ્લા એક વર્ષમાં ૧૬૪૮૩ ચાલકોએ ટ્રેક ઉપર લાયસન્સ માટે ટેસ્ટ આપી હતી. જેમાંથી ૭૨૫૬ ચાલકોને સફળતા જ્યારે ૭૨૫૬ ચાલકોને નિષ્ફળતા મળતા લાયસન્સ મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.