Western Times News

Gujarati News

બંગાળના હુગલીમાં મહિલા કાઉન્સીલરને કારથી કચડી નાંખવાનો પ્રયાસ

કોલકતા, પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. અહીંના બીરભૂમમાં ટીએમસી નેતાની હત્યા બાદ થયેલી હિંસાના બે દિવસ બાદ નદિયામાં ટીએમસી નેતાના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, હુગલીના તારકેશ્વરમાં તૃણમૂલની મહિલા કાઉન્સિલરને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલા કાઉન્સિલર રૂપા સરકારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં ગયા મહિને મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારથી સતત રાજકીય હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા બીરભૂમના રામપુરહાટમાં ્‌સ્ઝ્ર નેતાની હત્યા કરવામાં આવી હતી. ટીએમસી પંચાયતના નેતા ભાદુ શેખ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગમાં ૨ બાળકો સહિત ૮ લોકોના મોત થયા હતા. રામપુરહાટમાં હિંસાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

ભાજપે હિંસા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી છે. સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે બીરભૂમમાં હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે.

પીએમ મોદીએ પણ બીરભૂમ હિંસા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે મને આશા છે કે રાજ્ય સરકાર બંગાળની મહાન ભૂમિ પર આવા જઘન્ય પાપ કરનારાઓને ચોક્કસપણે સજા કરશે. પીએમએ કહ્યું કે હું બંગાળના લોકોને પણ અપીલ કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને ક્યારેય માફ ન કરે, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વતી હું રાજ્યને આશ્વાસન આપું છું કે ગુનેગારોને વહેલી તકે સજા અપાવવા માટે જે પણ મદદ ઈચ્છે છે તે પૂરી પાડવામાં આવશે.બુધવારે રાત્રે ટીએમસી નેતાના પતિ સહદેવ મંડલને ગોળી મારી દેવામાં આવી હતી. સહદેવની પત્ની અનિમા મંડળ બગુલા ગ્રામ પંચાયતના સભ્ય છે. બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ સહદેવને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો જાેયો.

નજીકના લોકો તેને હેરોના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. બગડતી હાલતને કારણે તેને શક્તિનગરના કૃષ્ણનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.