Western Times News

Gujarati News

રાજકોટમાં આખલાઓનો આંતક: રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ખુટિયાના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક પર બેસેલા બે લોકોને હડફેટે લેતા એક વેપારી ઇજાગ્રસ્ત અને વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે.

મેયર ડૉ. પ્રદીપ ડવના વિસ્તારમાં બનેલી ઘટના અંગે પ્રાણી રંજાડ વિભાગ દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી અને આ અંગે વેટરનરી ઓફિસર બિ.આર. જાકાસણીયાએ નિવેદન આપ્યું હતું કે પ્રતિ માસ ૧૦૦૦ જેટલા રખડતાં ઢોર પકડવામાં આવે છે અને વિરોધ પક્ષના નેતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર, મવડી વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈક આડે ઉતરતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પરથી ફંગોળાતા તેના પર બેઠેલા દરજી વેપારી અને વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા.

જેમાં ગંભીર ઇજાને પગલે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. જાે કે સમગ્ર મામલે ખુટિયાએ બાઇકને હડફેટે લીધું હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ ૩૫ વર્ષીય કમલભાઈ ભરતભાઇ પાડલીયા તેમજ ૬૫ વર્ષીય વિનુભાઈ કેશુભાઈ મકવાણા ચણીયાચોળીનું પાર્સલ અપવા મવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ગાય આડી ઉતરતા બંનેનું બાઈક ફંગોળાયુ હતું.

જેને પગલે ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જેમાં વિનુભાઈનું મોત નિપજ્યું છે. તેઓ પોતાના દીકરી ગીતાબેનની બાજુમાં જ એકલા રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.