Western Times News

Gujarati News

પ.બંગાળના નાદિયા જિલ્લામાં ટીએમસી નેતાની હત્યા કરાઈ

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક બાદ એક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બીરભૂમમાં ૮ લોકોને જીવતા સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો નથી થયો ત્યાં હવે નાદિયા જિલ્લામાં એક ટીએમસીનેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પીડિતનું નામ સહદેવ મંડલ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ ટીએમસીના સ્થાનિક કાર્યકર હતા. સહદેવની પત્ની અનિમા મંડળ બગુલા ગ્રામ પંચાયત નંબર-૨ના સભ્ય છે.

બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. આજુબાજુના લોકો તેમને લઈને બગુલાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા. તેમની હાલત વધારે ગંભીર થતા તેમને કૃષ્ણનગર, શક્તિનગરના હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યા તેમનું મૃત્યું થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં ટીએમસીના એક પંચાયત નેતા ભાદૂ શેખની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૮ લોકોના સળગીને મૃત્યું થઈ ગયા છે. તેમના ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી જેમાં તેઓ જીવતા સળગીને મરી ગયા હતા. આ ઉપરંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.