Western Times News

Gujarati News

ઈન્વેસ્કોએ ઝી-સોનીના મર્જરને લીલી ઝંડી આપી

મુંબઈ, બોમ્બે હાઈકોર્ટમાંઝી એન્ટરટ્રેઈમેન્ટ એન્ટરપ્રાઈસસામે અપીલ જીત્યાના એક દિવસ પછી, ઈન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્‌સ ફંડે ઝીના બોર્ડની ઈજીએમ બોલાવવાની નોટિસ પાછી ખેંચી લેવાનો ર્નિણય કર્યો છે. આ નોટિસમાં ફંડ હાઉસે ઈજીએમ બોલાવીને ઝીના બોર્ડમાંથી એમડી અને સીઈઓ પુનિત ગોયેન્કાને હટાવવાની માંગ કરવામાં આવી હતી.

એક નિવેદનમાં ઝીના સૌથી મોટા શેરહોલ્ડર ઇન્વેસ્કોએ કહ્યું કે તેઓ ઝી-સોની પિક્ચર્સ નેટવર્ક્‌સ ઇન્ડિયા (એસપીએન)ના પ્રસ્તાવિત મર્જરને સમર્થન આપે છે. આ ડીલમાં ઝીના શેરધારકો માટે અનેક સંભાવનાઓ છે. ઇન્વેસ્કો ઝીમાં ૧૮ ટકા હિસ્સો ધરાવે છે.

ફંડ હાઉસે કહ્યું કે અમારા મતે વર્તમાન ધારાધોરણો અનુસાર ડીલમાં સૌથી મોટો ફાયદો ઝીના શેરધારકોને જ થશે. મર્જર પછી નવી કંપનીના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારો થશે, જે કંપનીના સંચાલનને મજબૂત બનાવશે તેથી અમારી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧ની અમારી ઈય્સ્ બોલાવવાની માંગ પરત ખેંચવાનો ર્નિણય કર્યો છે.

સપ્ટેમ્બર ૨૦૨૧માં ઇન્વેસ્કોએ ઝી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ) બોલાવવા અરજી કરી હતી. ઈજીએમ બોલાવવા માટેનું કારણ આપતા ઇન્વેસ્કોએ કહ્યું કે અમને નથી લાગતું કે કંપની સરળતાથી ચાલી રહી છે.

કંપનીએ ઝીના બોર્ડમાંથી એમડી અને સીઈઓ પુનીત ગોયેન્કા સહિત ત્રણ ડિરેક્ટરોને દૂર કરવાની માંગ કરી હતી. સામે પક્ષે ઝીએ આ અરજીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ઇન્વેસ્કોએ મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી દાખલ કરી હતો અને બેચે ઝીને કાયદા હેઠળ અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એનસીએલટીના નિર્દેશ સામે ઝી હાઈકોર્ટમાં પહોંચી હતી. ઓક્ટોબર ૨૦૨૧માં જસ્ટિસ ગૌતમ પટેલની સિંગલ બેન્ચે ઈજીએમ બોલાવવા પર રોક લગાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ ઇન્વેસ્કોએ વચગાળાના સ્ટે ઓર્ડર સામે અપીલ દાખલ કરી અને ૨૨ માર્ચે બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઈન્વેસ્કોની તરફેણમાં ચુકાદો આપતા ઈજીએમ બોલાવવાની ઈન્વેસ્કોની માંગને સ્વીકારી હતી.

ઝીના શેરમાં આ અહેવાલ બાદ ગુરૂવારના સવારના સત્રમાં ૧૦%ના ઉછાળા સાથે શરૂઆત થઈ હતી અને ૧ વાગે શેર ૧૯%, ૪૮ રૂપિયાના ઉછાળા સાથે ૩૦૪ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.