Western Times News

Gujarati News

IIM-IITની જેમ એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપવા ભલામણ

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરવા સૂચન આપ્યું છે. નાણાં અંગે સંસદની સ્થાયી સમિતિએ બુધવારે લોકસકભામાં રજૂ કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં આ સૂચન આપ્યું હતું.

સમિતિએ જણાવ્યું કે, ઉન્નત દેશોની માફક વિવિધ બોડીઝ (નિકાયોમાં) સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ઓડિટિંગ તથા એકાઉન્ટિંગના ધોરણો અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવાની અને નાણાકીય રિપોર્ટીંગની વિશ્વસનીયતામાં સુધારો કરવાની જરૂર છે.

આ સૂચન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્‌સ, ધ કોસ્ટ એન્ડ વર્ક્‌સ એકાઉન્ટન્ટ્‌સ એન્ડ ધ કંપની સેક્રેટરીઝ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧ (ચાટર્ડ એકાઉન્ટન્ટસ, ધ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્‌સ એન્ડ ધ કંપની સેક્રેટરીસ (એમેડમેન્ટ) બિલ, ૨૦૨૧) અંગેના રિપોર્ટનો હિસ્સો છે.

કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં એક બિલ રજૂ કર્યું હતું જેમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્‌સ, ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્‌સ અને કંપની સેક્રેટરી સંસ્થાઓના મોનિટરીંગ માટે વર્તમાન નિયમોમાં સંશોધનનો પ્રસ્તાવ મુક્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.