Western Times News

Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પીએમ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ મને જીતની શુભેચ્છા આપી છે. મને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, મેં બે વર્ષ સુધી દર વર્ષે ૫૦ હજાર કરોડની નાણાકીય મદદની માંગ કરી છે. માને કહ્યુ કે, પંજાબને બીજીવાર દેશનું નંબર-૧ રાજ્ય બનાવીશું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે લોકો ભ્રષ્ટાચારની સીધી ફરિયાદ તેમને કરી શકશે. બુધવારે શહીદ દિવસ પર ભગવંત માને પોતાનો પર્સનલ વોટ્‌સએપ નંબર ૯૫૦૧ ૨૦૦ ૨૦૦ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ નંબર પર લોકો તેમને ફોટો, ઓડિયો, વીડિયો મોકલી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકે છે.

મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસ પહેલાં બુધવારે શહીદ ભગત સિંહના ગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે ટ્‌વીટમાં લખ્યુ હતુ કે શહીદ દિવસના અવસર પર અમે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી રહ્યાં છીએ. જાે કોઈ લાંચ માગે છે તો મને ૯૫૦૧ ૨૦૦ ૨૦૦ પર એક વીડિયો કે ઓડિયો મોકલે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માનની આ પ્રધાનમંત્રી મોદી સાથે પ્રથમ મુલાકાત છે. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ગામ ખટકડ કલાંમાં ૧૬ માર્ચે હજારો લોકોની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ સીએમ માનને પીએમ મોદીએ શુભેચ્છા આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.