Western Times News

Gujarati News

૧૬૦૦ કીમીના કોસ્ટલ હાઈવે પાછળ ૨૪૦૦ કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર, રાજ્યમાં આવતા પ્રવાસીઓ અને રાજ્યની પ્રજા વધારે સુરક્ષિત રીતે કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈ શકે તે માટે ઉમરગામથી નારાયણ સરોવર સુધીના ૧૬૦૦ કિલોમીટર કોસ્ટલ હાઈવે પાછળ રૂપિયા ૨૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગેની જાહેરાત કરી છે.

કોસ્ટલ હાઈવે માટે કરોડોના ખર્ચની જાહેરાત સાથે માર્ગ મકાન, પ્રવાસન અને વાહન વ્યવહાર વિભાગની માગણીઓ પરની ચર્ચામાં પૂર્ણેશ મોદીએ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કામગીરી હાથ ધરવા માટેની જાહેરાત કરી છે.

ઉમરગામથી નારાયણ સરોવર સુધીના કોસ્ટલ હાઈવેમાં નવસારી, સુરત, ભરુચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી જિલ્લાઓને ફાયદો થશે. વલસાડના ઉમરગામથી શરુ થતો અને કચ્છના નારાયણ સરોવર સુધીનો ૧૬૦૦ કિલોમીટર લાંબો રૂટનો હાઈવે ૧૦ મીટર પહોળો તથા તેને અપગ્રેડ કરવાના કામ કરવામાં આવશે.

આ કામગીરીમાં શરુઆતમાં હાઈવેમાં ત્રણ મિસિંગ લિંક્સ છે તેમાં નવસારી જિલ્લામાં ઓંજલ-ઓટ-માછીવાડ લિંક પૂર્ણ નદી પરના પુલ વગેરે માટે અંદજિત રૂપિયા ૩૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આ સિવાય ઉભરાટ-આભવા-સુરતમાં મીંઢોળા નદી પર સિગ્નેચર પૂલ માટે ૪૭૦ કરોડ રૂપિયા, આણંદ અને ભાવનગર જિલ્લાને ટૂંકા રસ્તે જાેડતા કામા તળાવ પીપળી દરિયાઈ ખાડી પર પુલ ઉભો કરવા માટે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આ સિવાય ગીરીમથક સાપુતારાને જાેડતા વધઈ-સાપુતારાના ૪૦ કિલોમીટર લાંબા રસ્તા પાછલા અંદાજિત ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વલ્ભીપુર-ભાવનગર વચ્ચેના ૪૦ કિલોમીટર લાંબા રૂટને ફોર લેન કરવામાં આવશે, જેની પાછળ ૪૪૫ કરોડનો ખર્ચ થશે. ૨૬ કિલોમીટર લાંબા ડભોઈ-સેગવા-પોઈચા રસ્તાની પ્રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ છે અને તેને ફોર લેન બનાવવા માટે ૧૧૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

મંત્રી પૂર્ણેશ મોદીએ ૨૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા માર્ગની વાત કરવાની સાથે એમ પણ જણાવ્યું કે, ૨૦૨૨-૨૩માં પણ રસ્તાના કામ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મત વિસ્તાર દીઠ રૂપિયા ૨૦ કરોડની મર્યાદામાં તમામ ધારાસભ્યો અને સાંસદો ૧૦ કરોડની મર્યાદા સુધીના મુખ્યમંત્રી ગ્રામ સડકના કામને મંજૂરી આપી શકશે.

આ સિવાય આદિવાસી વિસ્તારોમાં શાળાઓને ગ્રામ સડક સાથે જાેડવા માટે ૫૦૫ કરોડ, શાળાએ જવાના માર્ગ માટે ૧૬૪ નવા બ્રિજ માટે ૩૦૨ કરોડ તથા આરોગ્ય કેન્દ્રને જાેડતા ૧૭૩ કિલોમીટર રસ્તાને પાકા કરવા અને ૮૩ પુલ બનાવવા માટે ૨૩૬ કરોડ રૂપિયાના કામ આગામી વર્ષથી હાથ ધરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.