Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં બેંકમાં ખાતું ન હોવાને લઈ RTE ફોર્મ ભરવામાં વાલીઓને મુશ્કેલી

મોડાસા, સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા અરવલ્લી જીલ્લામાં શરૂ કરવામાં આવી છે. પણ બેંક ખાતું જરૂરી હોઈ વાલીઓએ હાલાકીનો સામનો કરવ પડી રહયાની બુમો ઉઠી રહી છે. મોડાસા નગરપાલિકાના કોર્પોરેટરો બુરહાનચગને જીલ્લા કલેકટરને આ બાબતે લેખીતમાં રજુઆત કરી છે. અને બેક ખાતા ખોલવામાં આના-કાની કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જીલ્લા કલેકટરને લખેલા પત્રમાં કોર્પોરેટરએ જણાવ્યું છે કે, આરટીઆઈ પ્રવેશ માટે બેંક ખાતું હોવું ફરજીયાત છે. જેને લઈને વાલીઓ બેંકમાં પહોચે છે, પણ બેકમાંથી યોગ્ય જવાબ મળતો નથી. ઘણાં વાલીઓની બુમો છે કે, વિધાર્થીઓના બેંક ખાતા ખોલવામાં ર૦ દિવસથી ૧ મહિનાનો સમય લાગી શકે એમ છે તેવા જવાબો મળી રહયા છે

ત્યારે તેઓ શંુ કરે તે મુંઝવણો ઉભી થઈ છે. એઆઈએમઆઈએમના કોર્પોરેટરનું કહેવું છે કે, સમયસર બેંક ખાતું અને ત્યારબાદ બેંક દ્વારા ઈશ્યુ કરવામાં આવતી પાસબુકના અભાવને કારણે સરકારની આરટીઈ યોજનાનો લાભ ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ વાલીઓ લાભ લેવાથી વંચીત રહી શકે એમ છે.

આ બાબત યોગ્ય વ્યવસ્થા કરીને વાલીઓને સત્વરે બેંક ખાતું ખોલાવી શકે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી છે. મહત્વનું છે કે, માત્ર બેંક ખાતાની વિગત ન હોવાથી વાલીઓ તેમના બાળકોના આરટીઆઈ ફોર્મ ન ભરી શકતા હોવાની બુમો ઉઠી રહી છે,

ત્યારે આ બાબતે જીલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે પણ જરૂરી છે, નહીતર નહી મળે તો સ્પષ્ટ છે. સૌ ભણે સૌ આગળ વધેનું સરકારનું સુત્ર જીલ્લા વહીવટીતંત્ર સાકાર કરશે કે નહીં તે પણ સવાલ લોકોમાં ઉઠી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.