Western Times News

Latest News from Gujarat

સીઝન બદલાય એટલે શરદીની સમસ્યા થાય છે, તો આ ઉપાય કરો

પ્રતિકાત્મક

શરદી એટલે દરેક માણસને દરેક પ્રકારે ત્રાસ આપતો રોગ અલબત્ત તો અમુક દિવસો રહે છે. અને તે યોગ્ય ઉપચારથી ઝડપથી મટે છે. આંખ-નાકમાંથી પાણી નીતરવું.  માથાનો દુઃખાવો થવો, ખૂબ છીંકો આવવી વગેરે ફરિયાદો શરદી થતાં થાય છે. આયુર્વેદમાં શરદીને પ્રતિશ્યાય તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને રીહીટાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં નાસારોગોમાં શરદીને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને મોટાભાગના નાકના રોગો પ્રતિશ્યાયથી થતાં હોવાનું આયુર્વેદમાં માનવામાં આવેલું છે. શરદી વધી જતાં કાસ, શ્વાસ, ક્ષય વગેરેની ઉત્પત્તિ થઈ શકે છે. નાક દ્વારા ધૂળ, ક્ષય વગેરેની ઉત્પત્તિ થઈ શકે છે.

નાક દ્વારા ધૂણ, ધૂમાડો, હવામાંના રજકણો વગેરેનો શરીરમાં પ્રવેશ થવાથી શરદી, ઉધરસ, દમ વગેરે લક્ષણો જાેવા મળતાં હોય છે. આ સિવાય મળ-મૂત્રના વેગોને રોકવાની આદત, અપચો, ઋતુઓની વિષમતા વધારે પ્રમાણમાં ઠંડા પાણીનું સેવન, ભારે પદાર્થાે ખાધા પછી તુરંત નાહવાની આદત, ઠંડીમાં ખુલ્લે માથે ફરવાની ટેવ, શીતળ પવનનું સેવન તેમજ ઘણીવાર સૌંદર્ય પ્રસાધનોનાં ઉપયોગથી કે પરફ્યુમ, અગરબત્તી કે સેન્ટની એલર્જી હોય તો તેનાથી પણ આ રોગ થતો હોય છે.

શરદી રોગ શરીરમાં ઉત્પન્ન થાય તો પહેલાં દર્દીમાં કેટલાંક પૂર્વ લક્ષણો પણ જાેવા મળતાં હોય છે. જેમાં માથું ખૂબ ભારે લાગવું, શરીરમાં છીંક આવવાની શરૂઆત થવી વગેરે પૂર્વ લક્ષણો ઘણીવાર જાેવા મળતાં હોય છે.

શરદીની યોગ્ય ચિકિત્સા છે સારવાર ન કરવામાં આવે તો આ રોગ જીર્ણ થઈ શરીરમાં ઘર કરી જાય છે. જેથી નાસા વારંવાર સારુ બને છે અને વારંવાર સૂકાઈ જાય છે. આવા રોગીઓમાં ઘણીવાર શ્વાસમાંથી પણ દુર્ગંધ આવતી હોય છે અને તેને ગંધનું જ્ઞાન જ્ઞાન બરાબર થતું નથી. આવા રોગીઓમાં ઘણીવાર પરુ જેવો રક્તમિશ્રિત તામવર્ણનો સ્ત્રાવ નીકળે છે.

રોગીને ભૂખ ન લાગવી, અગ્નિમંદ પડી જવો, તાવ, ઉધરસ પડખામાં દુખાવો છાતીમાં દુખાવો વગેરે જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે.

અહીં શરદી માટે કેટલાંક સરળ ઉપાયો સૂચવું છું. વાચકમિત્રોને શરદીની વારંવાર તકલીફ રહેતી હશે તો આ ઉપાયો ઘણાં જ ફાયદાકારક સાબિત થશે જેમાં,

(૧) કાળા મરી છ દાણા લઈ તેનો તાજાે પાઉડર બનાવી, ચમચી ઘીમાં મેળવી જમ્યા પછી ચાટી જવું, જ્યાં સુધી બિલકુલ શરદી મટે નહીં ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.

(૨) સાકર અને કપૂરને વાટી ચણા જેવડી ગોળી બનાવી રોજ ૩થી ૫ ગોળી ખાવી. ગોળી બનાવીને મરીના ચૂર્ણમાં રાખવી કારણ કે મરી કપૂરને ઉડવા દેતા નથી.

(૩) આંખની ભ્રમરોની વચ્ચે જ્યાં તિલક કરીએ છીએ તે જગ્યાએથી નાકનાં મૂળ સુધી ઘર્ષણ કરવું. જેનાથી સળેખમ તુરંત હલકું પડી જાય છે, જ્યાં સુધી મટી ન જાય ત્યાં સુધી વારંવાર (દિવસમાં ૩-૪ વાર) આ પ્રમાણે કરવું. આ ઉપરાંત સરસિયાનું તેલ પણ નાક ઉપર ઘણી શકાય છે.

(૪) સળેખમ થયું હોય તો પ્રથમ ૨૪ કલાક સુધી ઠંડુ પાણી કે વધારે પડતો પ્રવાહી સળેખમ વધે છે. ગળાની ફરતે ગરમ કપડું વિંટાળી રાખવું.

(૫) ગોળ, ઘી, પીપરીમૂળ અને સૂંઠની રાબ બનાવી સવાર-સાંજ લેવાથી પણ શરદીમાં ઘણો ફાયદો થાય છે.

(૬) દર્દીએ ગરમ પદાર્થાેનો આહારમાં પ્રયોગ કરવો જેનાથી શરદી જલદીથી પાકી જાય છે. જે માટે ગરમ પાણી પીવું તેમજ ગરમ પીણાનું સેવન કરવાનો આગ્રહ રાખવો. જરૂર લાગે તો દૂધમાં આદુ અથવા સૂંઠ નાંખીને સુખોષ્ણ કરીને પીવાથી પણ દોષો જલદીથી છૂટા પડી જાય છે.

આ સિવાય આ રોગમાં શેકેલા ચણા, ધાણી વગેરેનું સેવન પણ ફાયદાકારક છે. પ્રતિશ્યાય ના રોગી માટે નસ્યની ચિકિત્સા ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે, આ ઉપરાંત વૈદ્યની સલાહ મુજબ ઔષધ પ્રયોગ પણ શરૂ કરી શકાય છે. જેમાં, વ્યોષાદિ વટી મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવનકીર્તી રસ વગેરેનું વૈદ્યની સલાહ મુજબ સેવન કરવું.

જીર્ણ પ્રતિશ્યાય (જૂની શરદી) નવીન શરદી તેમજ એલર્જીક શરદી આ ત્રણેય પ્રતિશ્યાય ઉપર આયુર્વેદના ઔષધો અમોદ્ય શસ્ત્ર સમાન સાબિત થયેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon