Western Times News

Gujarati News

યુપીમાં યોગીના શપથ પહેલાં બદમાશ એન્કાઉન્ટરમાં ઠાર

લખનઉ, યૂપીની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં એક ખૂંખારને ઠાર મારવામાં આવ્યો છે. ઠાર મારવામાં આવેલા મૃતક પર પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તમને જણાવી દઇએ કે કે એન્કાઉન્ટરમાં મૃત્યું પામેલા બદમાશનું નામ રાહુલ સિંહ હતું. બદમાશ અને પોલીસ વચ્ચે અથડામણ લખનઉના હસનગંજમાં થઇ હતી. પોલીસ સતત બદમાશ રાહુલ સિંહને શોધી રહી હતી.

તમને જણાવી દઇએ કે બદમાશ રાહુલ સિંહ અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસમાં વોન્ટેડ હતો. આ ઘટનામાં લૂંટ દરમિયાન કર્મચારીને ગોળી વાગી હતી. અલીગંજ ક્રાઈમ ટીમે હસનગંજ વિસ્તારમાં બદમાશને ઘેરી લીધો અને જવાબી કાર્યવાહીમાં બદમાશ માર્યો ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ આજે સાંજે ૪ વાગે યૂપીના સીએમ પદની શપથ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં લેશે. સીએમ યોગીના શપથ ગ્રહન કાર્યક્રમમાં પીએમ મોદી સહિત ભાજપના મોટા નેતા ભાગ લેશે. સૂત્રોના અનુસાર સમાચર છે કે આજે સીએમ યોગી આદિત્યનાથની સાથે ૪૦-૪૫ મંત્રી શપથ લઇ શકે છે. ૨૦ થી ૨૫ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવી શકાશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખતા યૂપીની રાજધાની લખનઉમાં કડક સુરક્ષા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.