Western Times News

Gujarati News

Ahmedabad: મ્યુનિ. કોર્પો.માં સાગમટે બદલીના એંધાણ

Ahmedabad Municipal Corporation

કમિશ્નર ઓફિસમાં ફરજ બજાવતા બે અધિકારીઓની બદલી ચર્ચાનો વિષય બનશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ હોદ્દા કે વિભાગમાં વર્ષોથી કેટલાક કર્મચારીઓ કામ કરી રહયા છે. મ્યુનિ. શાસક પક્ષ દ્વારા આવા કર્મચારીઓની બદલી માટે છેલ્લા દોઢ વર્ષથી રજુઆત થઈ રહી છે જેનો અમલ હજી સુધી થયો નથી

પરંતુ આવતા સપ્તાહમાં તમામ વિભાગોમાં સાગમટે બદલી થાય તેવા અહેવાલ બહાર આવી રહયા છે. જાેકે કમિશ્નર ઓફિસમાં છેલ્લા ૧૦ વર્ષથી ચીપકી રહેલા અધિકારીઓની બદલી થશે કે કેમ તેની સામે મોટો પ્રશ્નાર્થ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં અમલી સામાન્ય નિયમ મુજબ કોઈપણ હોદ્દા કે વિભાગમાં કામ કરતા કર્મચારીની દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે પરંતુ અનેક અધિકારીઓની ૧૦ કે તેથી વધુ વર્ષથી બદલી થઈ જ નથી એક જ વિભાગમાં અને એક જ હોદ્દા પર વર્ષોથી કામ કરતા હોવાથી આ અધિકારીઓ કોઈને ગાંઠતા નથી

તેમજ કોર્પોરેટર કે ધારાસભ્યના કામ પણ સમયસર કરતા નથી આ કારણોથી ત્રસ્ત થયેલ સત્તાધારી પાર્ટીએ ૧૦૦૦ દિવસ કે તેથી વધુ સમયથી એક જ સ્થાને કામ કરતા કર્મચારીઓની બદલી કરાવવા ઝુંબેશ શરૂ કરી છે તેમજ છેલ્લા દોઢ વર્ષથી મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ અને મ્યુનિ. બોર્ડમાં પણ આ મામલે રજુઆતો થઈ રહી છે

જેના પરિણામે આગામી સપ્તાહ દરમિયાન જાેવા મળી શકે છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ એક હજાર દિવસ કે તેથી વધુ સમયથી કામ કરતા અંદાજે ૧૪૦૦ જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી કમિશ્નરને સુપ્રત કરવામાં આવી છે બજેટ સત્ર બાદ મ્યુનિ. કમિશ્નર આ અંગે નિર્ણય લઈ બદલીઓનો દોર શરૂ કરશે.

હવે જાેવાનું એ રહેશે કે ભુતકાળની માફક આ બદલીઓ જુનીયર-સિનીયર કલાર્ક કે આસિસ્ટન્ટ મેનેજરો પુરતી સીમિત રહે છે કે પછી તેમાં વર્ગ-૧ ના અધિકારીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને મ્યુનિ. કમિશ્નરના જ પીએ તરીકે કામ કરતા વિશાલ નાયક અને નૈનેશ દોષી ર૦૧રથી એક જ સ્થળે કામ કરી રહયા છે

તથા કાયદાકીય છટકબારીનો લાભ મળે તે માટે અલગ અલગ ખાતામાં બદલી ઓર્ડર કરાવતા રહયા છે પરંતુ તેઓ તેમની ફરજ કમિશ્નર ઓફિસમાં જ બજાવી રહયા છે. ખાસ કરીને વિશાલ નાયકની ર૦૧રમાં ભરતી થઈ તે સમયથી જ તેઓ કમિશ્નર ઓફિસમાં કામ કરી રહયા હોવાથી અન્ય અધિકારીઓમાં અસંતોષ જાેવા મળી રહયો છે. જાેકે તેમની સામે અસંતોષ વ્યકત કરવો કેટલાક અધિકારીઓને મોંઘો પડી રહયો હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.