Western Times News

Gujarati News

દિયોદરમાં અપૂરતી વીજળી અપાતા ખેડૂતો ધરણા પર બેઠા

દિયોદર, દિયોદર અને કાંકરેજ તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ સિંચાઈ માટે પૂરતી વીજળીને લઈ વખા રર૦ કેવી સબ સ્ટેશન ખાતે ખેડૂતોએ ધરણાં યોજયા હતા જેમાં ખેડૂતોએ પૂરતી વીજળી નહી મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને આઠ કલાક પૂરતી વીજળીની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડુતોને પૂરતી વીજળી મળતી નથી જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ દ્વારા પૂરતી વીજળી ના મળતા દિયોદર તાલુકાના ખેડૂતોએ ૬ કલાકને બદલે ૮ કલાક વીજળી આપવાની માંગને લઈ વખા રર૦ કેવી વીજ કચેરી ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવી ધરણા શરૂ કર્યા હતા.

આ બાબતે ખેડૂતોેએ જણાવેલ કે દિયોદર તાલુકામાં ખેડૂતોએ જણાવેલ કે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. પૂરતી ૮ કલાક વીજળી માટે અનેક વખત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્ય્‌ નથી. રજુઆત ના સાંભળતા અમોએ ધરણાં શરૂ કર્યા છે. જવાબદાર તંત્ર અમારી રજુઆત સાંભળે જાે અમને પૂરતી ૮ કલાક સિંચાઈ માટે વીજળી નહીં આપે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.

દિયોદર તાલુકાના ખેડૂતોએ ચાલુ મહિનામાં અનેક વખત વખા રર૦ કેવી ખાતે રજુઆત કરી છે અનેક વખત ખેડુત વિવિધ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી જેથી ખેડૂતોના ધરણા યથાવત છે ત્યારે ફરી ધરણા શરૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.