Western Times News

Gujarati News

ગુજરાતનું આ ગામ જ્યાં યોજાય છે, અનોખો ગોળ-ગઘેડાનો મેળો

યુવક થાંભલા ઉપર ચડે છે જ્યારે યુવતીઓ તેને નેતરની સોટીથી મારે છે. તેમાં સાહસ કરીને જે યુવક થાંભલા ઉપર ચડી જાય જીત મેળવે છે. અને મેળામાં આવેલી તેની પસંદગીની કન્યા સાથે લગ્ન કરે છે

અહી યુવાનો પસદંગીની કન્યા સાથે લગ્ન કરવા સ્વયંવર જેવી પરીક્ષા આપે છે

(પ્રતિનિધિ)દાહોદ,  મેળાઓ અને હાટ બજાર એ આદિવાસી વિસ્તારની એક અભિન્ન ઓળખ છે. મેળાઓ તેમના પરંપરાગત જીવનની ઝાંખી કરાવે છે. આદીવાસી સમાજ આ મેળાઓ માંથી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરે છે. દાહોદ જીલ્લાના ગરબાડા તાલૂકા જેસાવાડા ગામે યોજાયો હતો.

આ મેળાની પરંપરા એવી છે કે જેસાવાડા ગામ ની મધ્યમાં ૨૧ ફૂટ ઊંચો થાંભલો રોપવામાં આવે છે, તેના ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે. અને થાંભલાને બરોબર લીસો કરી દેવામાં આવે છે. હવે મેળા ના દિવસે તે થાંભલા ઉપર ચડી જઈને ગોળ પાડવાની એક પરંપરા છે.

આ પરંપરા મુજબ યુવક અને યુવતીઓ ખાસ કરીને ભેગા થાય છે. યુવક થાંભલા ઉપર ચડે છે જ્યારે યુવતીઓ તેને નેતરની સોટી થી મારે છે. તેમાં સાહસ કરીને જે યુવક થાંભલા ઉપર ચડી જાય જીત મેળવે છે. અને મેળામાં આવેલી તેની પસંદગીની કન્યા સાથે લગ્ન કરે છે

એવી પ્રાચીન પરંપરા પરંતુ આજના આધુનિક સમયમાં આ મેળાની પરંપરા થોડી બદલાઈ છે. લોકો મોજ માણવા અને હરવા ફરવા માટે આ મેળામાં ખાસ આવે છે.જેસાવાડા ગામે યોજાયેલા આજના મેળામાં અનિલ કટારા નામના યુવકે ગોળની પોટલી પાડી જીત મેળવી હતી,દાહોદના આદિવાસી વિસ્તારમાં અનેક મેળાઓ હોળી નિમિત્તે ભરાય છે. તેમાંનો એક અતિ મહત્વપૂર્ણ મેળો ગણવામાં આવે છે.

ઇતિહાસ ના પ્રાધ્યાપક ડો. ગણેશ નિસરતા જણાવે છે કે આ મેળો પ્રાચીન સ્વયંવર પ્રથા ને યાદ કરાવે છે જ્યારે આદિવાસી ઓમા ખાસ કરીને યુવક-યુવતીને મળવા માટેનું જાે કોઈ મહત્વનું સ્થળ હોય તો તે આ મેળો છે, માટે યુવક-યુવતીઓની પસંદગી માટે આ મેળો અતિ મહત્વનો છે, ઘણીવાર અહીં યુવક-યુવતી એકબીજાને પસંદ કરે તો ભાગી જવાના બનાવો પણ બને છે અને પાછળ જતા તે સમાજમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે વર-કન્યાની પસંદગી બાબતે પણ આ મેળો મહત્વનો છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.