Western Times News

Gujarati News

લાઠીના દુધાળા ગામના નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરો ડૂબ્યા

અમરેલી, અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે.

લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા.

આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા છે. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા.

વિશાલભાઈ મનીષભાઈ મેર, (ઉં. વ.16), નમનભાઈ અજયભાઇ ડાભી, (ઉં. વ.16), રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, (ઉં. વ.16), મિત ભાવેશભાઈ ગળથીયા, (ઉં. વ.17), હરેશભાઇ મથુરભાઈ મોરી, (ઉં. વ.18)

આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઈ તેઓના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.