Western Times News

Gujarati News

અન્ય ડૉક્ટર્સને એલોપેથી ડૉક્ટર્સ જેટલો પગાર આપો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, આર્યુવેદ, યૂનાની, હોમીયોપેથી કે અન્ય ડોકટરને પણ એલોપેથીક કે ડેન્ટલ ડોકટર જેટલો જ પગાર મળવો જાેઈએ. એમાં કોઈ ભેદભાવ રખાય તો તે બંધારણની કલમ ૧૪ની વિરુદ્ધ ગણાય, એવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે એક કેસમાં આપ્યો છે.

કેસની વિગત અનુસાર, ઉત્તરાખંડ રાજયમાં ૨૦૧૨માં નેશનલ હેલ્થ મિશન અનુસાર આયુષ (આયુર્વેદ, યોગા, યૂનાની, સિધ્ધા અને હોમીયોપેથી) તેમજ એલોપેથીક તબીબની ભરતી થઈ હતી. સરકારે બન્ને માટે પગારના ધોરણ અલગ અલગ રાખ્યા હતા. આ સામે આયુષ ડોક્ટરોએ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. અદાલતે આયુષ ડોકટરની તરફેણમાં ચુકાદો આપતાં રાજ્ય સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ જે એન મહેશ્વરીની બેંચે ચુકાદો આપ્યો હતો કે હાઇકોર્ટ જે ર્નિણય લીધો છે તે વ્યાજબી છે. આયુષ અને અન્ય ડોકટરને સરખો જ પગાર મળવો જાેઈએ. આમ નહિ થાય તો તે બંધારણીય જાેગવાઇ વિરુદ્ધ છે.

અગાઉ ઑગસ્ટ ૨૦૨૧માં અન્ય એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બધા જ ડોકટરો માટે નિવૃત્તિ વયમર્યાદા સરખી હોવાનો ચુકાદો આપ્યો હતો. બન્ને કેસમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, ડોકટરની કામગીરી દર્દીની સારવાર છે. આયુષ કે અન્ય ડોકટર પોતાના ભણતર અને જ્ઞાન અનુસાર દર્દીની સારવાર કરે છે અને તેમાં કોઈ ભેદભાવ હોવો જાેઈએ નહિ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.