Western Times News

Gujarati News

માતાને દારૂ પીને મારનારા પિતાની પુત્રએ હત્યા કરી

Youth suicide in bus

Files Photo

મુંબઈ, મુંબઈશહેરના કાંદિવલી વિસ્તારમાં ગુરુવારના રોજ એક દિલ દહેલાવનારી ઘટના બની હતી. અહીં કોલેજમાં અભ્યાસ કરતા એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ પોતાના પિતાની કરપીણ હત્યા કરી છે. હત્યા કર્યા પછી તેણે સમતા નગર પોલીસ સ્ટેશન પહોંચીને સરેન્ડર પણ કર્યુ હતું. હત્યાનું કારણ સામે આવી રહ્યું છે કે વિદ્યાર્થીના પિતા વર્ષોથી તેની માતા પર અત્યાચાર કરતા હતા અને ર્નિદયતાથી મારપીટ કરતા હતા.

પોલીસને આપવામાં આવેલા હૃદયસ્પર્શી નિવેદનમાં વિદ્યાર્થીના માતાએ જણાવ્યું કે, વર્ષોથી તેમના દીકરા જાેતા હતા કે તેમના પિતા પોતાની માતા પર અવારનવાર હિંસા કરતા હતા. પિતા દ્વારા કરવામાં આવતી આ હિંસા જાેઈને બાળકોના મગજ પર તેમના વિશે નકારાત્મક અસર પડી હતી અને તેઓ પોતાના પિતાથી નફરત કરતા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા જ્યારે તેમના પત્ની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. આરોપી ૧૬ વર્ષીય વિદ્યાર્થી સિવાય તેમનો એક ૨૦ વર્ષીય દીકરો પણ છે.

આરોપીની માતાએ પોલીસને જણાવ્યું કે, વર્ષ ૧૯૯૭માં જ્યારે તેમના લગ્ન થયા ત્યારપછીથી જ તેમના પતિએ દારૂ પીવાની શરુઆત કરી હતી. તેઓ વધારે ભણેલા નહોતા માટે સારું કામ પણ નહોતુ મળતું. તેમનો સ્વભાવ ગુસ્સાવાળો બની ગયો હતો અને નાની નાની વાતમાં લડાઈ શરુ કરી દેતા હતા.

સમયની સાથે વાત મારપીટ સુધી પહોંચી ગઈ. પત્નીએ જણાવ્યું કે, હું મારા દીકરાઓને કારણે આ લગ્ન ટકાવી રાખી હતી. જાે મારા બાળકો મને બચાવવા વચ્ચે પડતા હતા તો તેમને પણ મારતા હતા. મારા બાળકોના અભ્યાસનો ખર્ચ અને આખા ઘરની જવાબદારી મેં ઉપાડી હતી. જાે હું તેમને દારૂ માટે પૈસા નહોતી આપતી તો પણ તે મને મારતા હતા. અમારા પાડોશીઓ પણ આ સ્થિતિ વિશે જાણે છે.

બુધવારના રોજ મહિલાનો પતિ દારૂની બોટલો લઈને ઘરે આવ્યો અને પત્ની સાથે લડાઈ કરવા લાગ્યો. લગભગ ૮.૩૦ વાગ્યે તેમનો મોટો દીકરો ઘરે આવ્યો અને જાેયું કે પિતા લડાઈ કરી રહ્યા છે. તેણે પિતાને કંકાસ કરવાની ના પાડી પરંતુ તેમણે વાત માની નહીં તો દીકરો ગુસ્સામાં ઘરેથી બહાર નીકળી ગયો.

થોડી વાર પછી નાનો દીકરો ઘરે આવ્યો અને તેણે જાેયું કે પિતા ર્નિદયતાથી માતાને મારી રહ્યા છે. તેના પિતાએ માતાને ગરદનમાંથી પકડ્યા હતા અને દીવાલ સાથે માથું પછાડી રહ્યા હતા. દીકરાએ પિતાને રોકવાનો પ્રયત્ન કર્યો તો પિતાએ તેને પણ ધક્કો મારીને પાડી દીધો. ત્યારપછી દીકરાએ હથોડીથી પિતા પર હુમલો કર્યો. દીકરાને મારવા માટે પિતાએ રસોડામાંથી છરી લીધી, દીકરાએ છરી ખેંચી લીધી અને પિતાને ગળામાં મારી. આ બધું જાેઈને માતા બેભાન થઈ ગઈ.

રાત્રે લગભગ ૧૧ વાગ્યે માતા ભાનમાં આવી. મોટા દીકરાએ ભેટીને નાના ભાઈને સાંત્વના આપી. ત્યારપછી માતાને લઈને બન્ને દીકરાઓ પોલીસ સ્ટેશન ગયા. (અહીં આરોપી તરુણ હોવાને કારણે ઓળખ છુપાવવામાં આવી છે.)SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.