Western Times News

Gujarati News

2 એપ્રિલે આખા દેશમાંથી કાશ્મીર પહોંચશે કાશ્મીરી પંડિતો

નવી દિલ્હી, ધી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વિસ્થાપનની પીડા સામે આવ્યા પછી આ વખતે નવા વર્ષ એટલે કે નવરેહના દિવસે ઘાટીમાં પંડિતોના પુન:સ્થાપનનો અવાજ બુલંદ કરાશે. આખા દેશમાંથી કાશ્મીરી પંડિતો નવરેહ (ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ)ની ઉજવણી કરવા 2 એપ્રિલી ઘાટી પહોંચશે.

જમ્મુથી પણ બસ દ્વારા કાશ્મીરી પંડિતો ઘાટીમાં જઈને હરિ પર્વત પર મા શારિકા મંદિરમાં પૂજા-અર્ચના કરીને પંડિતોના પુન:સ્થાપનની પ્રાર્થના કરશે. એક જાહેર કાર્યક્રમનું આયોજન કરીને અનુકૂળ વાતાવરણ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરેક ધર્મો અને સંપ્રદાયના લોકો સામેલ થશે. ભાજપ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ આ સમયે હાજર રહેશે.

જેકે પીસ ફોરમ તરફથી સમગ્ર દેશના કાશ્મીરી પંડિતોને નવરેહના દિવસે 2 એપ્રિલના રોજ કાશ્મીરમાં ભેગા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત શારિકા મંદિરમાં પૂજા-અર્ચના સાથે શેર-એ-કાશ્મીર પાર્કમાં નવરેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ઘાટીમાં ભાઈચારાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પંડિતોના સન્માનજનક પુન:સ્થાપન માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

કાર્યક્રમનો ઉદ્દેશ 30 વર્ષથી વિસ્થાપિત વચ્ચે ધાર્મિક-સાંસ્કૃતિક રીત રિવાજોથી નવી પેઢીને જાણકાર કરવા અને ડરના કારણે ઘર છોડવા મજબૂર થયેલા લોકો માટે સુરક્ષા અને આત્મ સન્માનની ભાવના ઉભી કરવાનો છે. ફોરમના ચેરમેન સતીશ મહાલદારે જણાવ્યું છે કે, આ વખતે એવો પ્રયત્ન કરીએ છીએ કે દરેક ધર્મના લોકોને એક જ સ્ટેજ પર લાવીને પંડિતોના પુન:સ્થાપનનું વાતાવરણ ઉભુ કરવું. તે માટે સાંસ્કૃતિક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવો પ્રયત્ન કરીશું કે દરેક લોકો એક બીજાની ભાવનાને સમજી શકે. વિસ્થાપિત થયેલા પંડિતોની પિડાને સન્માન મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.