કાશ્મીર પંડિતોને ફિલ્મની નહીં પરંતુ પુનવર્સનની જરૂર છે: અરવિંદ કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે કાશ્મીરી પંડિતોને ફિલ્મની નહીં પરંતુ પુનર્વસનની જરૂર છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના બની છે. ૩૨ વર્ષ થયા અને આટલા વર્ષો પછી સરકાર કાશ્મીરી પંડિતોને કહે છે કે અમે તમારા માટે ફિલ્મ બનાવી છે.
ગયા અઠવાડિયે જ સીએમ અરવિંદ કેજરીવાલે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટેક્સ ફ્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ ફિલ્મની કમાણી પંડિતોના પુનર્વસનમાં વાપરવી જાેઈએ અને તેને યુટ્યુબ પર મુકવી જાેઈએ, તેને કમાણીનું માધ્યમ ન બનાવવી જાેઈએ.
ખરેખર, કેજરીવાલે દિલ્હી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું કે, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને ફિલ્મને યુટ્યુબ પર મૂકવા માટે કહો. ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની શું જરૂર છે, દરેક વ્યક્તિ તેને ફ્રીમાં જાેઈ શકે છે.
કાશ્મીરી પંડિતોની વેદના વિશે વાત કરતાં તેમણે કહ્યું, “તમે કોઈપણ કાશ્મીરી પંડિતને પૂછો, તેઓ પુનર્વસન ઈચ્છે છે. છેલ્લા ૮ વર્ષથી ભાજપની સરકાર છે.
શા માટે તેણે હજુ સુધી કાશ્મીરી પંડિતોનું પુનર્વસન નથી કર્યું?દિલ્હીના સીએમએ વધુમાં કહ્યું કે, જ્યારે કેટલાક કાશ્મીરી પંડિતો બેઘર થઈને દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમાંથી ઘણાએ ૧૯૯૩માં દિલ્હી સરકારમાં કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની નોકરી લીધી હતી.
ભાજપ અને કોંગ્રેસની સરકારે રાજ્યમાં શાસન કર્યું, પરંતુ કાચી નોકરી કરનારાઓની કોઈ કાળજી લીધી નહીં. પરંતુ અમારી આમ આદમી પાર્ટીની સરકારે ઢોલ નગાવ્યા વિના કાશ્મીરી પંડિતોને કાયમી નોકરીઓ આપી.Hs