Western Times News

Gujarati News

સ્ટેમ્પ ડ્યુટી પાછલી તારીખથી વસૂલ કરવી એ બંધારણની કલમ ૨૦(૧) સાથે સુસંગત નથી”!

પ્રતિકાત્મક

ભારતના બંધારણીય મૂલ્યો પર કુઠારાઘાત કરીને, કે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ઉપરવટ જઇને ગુજરાત સરકાર કે તેના સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર કે સુપ્રિટેન્ડન્ટ પરિપત્ર બહાર પાડીને સ્ટેમ્પ ડ્યુટી ૧૯૮૨થી વસુલ કરવાની ફરજ પાડી ન શકે ત્યારે ગુજરાત હાઇકોર્ટ તેની સુઓમોટોની ગંભીર નોંધ લેશે?!

તસવીર ગુજરાત હાઈકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ની છે બીજી તસવીર ગુજરાત વિધાનસભાની છે જ્યારે ઇન્સેટ તસ્વીર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની છે જ્યારે ત્રીજી ગુજરાત બાર કાઉન્સિલ ની કચેરીની છીએ.

જેના સમરસ જૂથ ના માર્ગદર્શક અને પારદર્શક શ્રી જે.જે પટેલ છે ગુજરાત સરકાર ને નામે ૩૯ વર્ષ બાદ અચાનક ૧૯૮૨થી ૨૦૦૧ના સમગ્ર ગાળામાં વેચાયેલા મકાનો પર તે જે તે સમયે જે જાેગવાઈ અસ્તિત્વ ધરાવતી હતી એ એકાએક એક પરિપત્રથી રદ કરી ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ ના કાયદાની જાેગવાઈ અનુસાર પ્રથમ સભાસદ બનનાર સ્ટેમ્પ ડ્યુટી ભરી દસ્તાવેજ કરાવવા નો હતો નહિ

તેમજ દેશનું બંધારણ સ્ટેમ્પ ડ્યુટી પાછલી તારીખથી વસૂલ કરવાની પરવાનગી નથી આપતું કે વિધાનસભા કે દેશની સંસદ ને પણ બંધારણના મૂળભૂત અધિકારનો ભંગ કરે એવો કાયદો રચવાની સત્તા નથી આપતું એટલું જ નહીં કોઇપણ અધિકારી કે સરકાર ફક્ત જાહેરનામુ કે પરિપત્ર બહાર પાડીને કાયદા ની રચના કરી શકે નહીં

ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યુટી ૧૯૫૮ ની કલમ ૩૨ ક(૪) કરવામાં આવેલી જાેગવાઈ મુજબ પણ સ્ટેમ્પ ડ્યુટી રેવેન્યુ અધિકારી ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળાના સમયથી સ્ટેમ્પ ડ્યુટી લઇ શકે નહીં! ૧૯૯૪માં કરવામાં આવેલ એક કથીત સુધારા મુજબ સરકાર છ વર્ષની પૂર્વના સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી વસૂલીની સત્તા ધરાવતી હતી!!

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો કે દિશાનિર્દેશ ની ઉપર જઈને ગુજરાત સરકાર કે તેના અધિકારી કોઈપણ પરિપત્રનો અમલ કરી કરાવી શકે નહીં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ઉપર પણ સરકારના તારીખ ૧૩-૦૭-૨૦૨૧ ના પરિપત્ર ને માન્યતા ધરાવતો નથી ગુજરાત સરકારે બાબતની ગંભીર નોંધ લે કે

ગુજરાત સરકારે ૨૦૧૯માં સ્પેશિયલ લીવ પિટિશન કરી ને સ્ટેમ્પ ડ્યુટી માટે છ વર્ષની મર્યાદા કરવા અરજી કરેલી પરંતુ ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં કાનૂની પરાજય થયો હોવાનું કહેવાય છે કોઈપણ પક્ષકારો આ મુદ્દો વારંવાર ઉઠાવવો પડે અને પક્ષકારોએ કોર્ટના હુકમ મેળવવા અડીઓ કાઢવી પડે એના કરતાં ગુજરાત સરકાર જ સ્ટેમ્પ ડ્યુટી ને ત્યાં બંધારણીય અને બિનઅધિકૃત આવક ઊભી કરવાનુ જતુ કરીને સુપ્રિટેન્ડન્ટ,

કલેકટરને તાત્કાલિક અસરથી કથીત પરિપત્રનો અમલ બંધ કરવાની કડક સૂચના આપે! તથા ગુજરાત સરકારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ની સલાહ લે એ અત્યંત જરૂરી છે અને ગુજરાત હાઇકોર્ટના હુકમનો અનાદર કરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ના ગુના માં સમગ્ર સરકારને ના સંડોવે એ જરૂરી છે

બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલએ વકીલો કાયદાકીય જાેગવાઈ ને આધારે આધીન વકીલાત કરે એ જરૂરી છે પરંતુ કથિત પરિપત્ર નિ કાનૂની વજૂદ ન હોવાનું કેટલાક વકીલો જાણતા હોવા છતાં પક્ષકારો પાસે થી દસ્તાવેજ કરવાની ફી મળે એટલા હેતુથી તેઓ પણ કલેક્ટર પાસે સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરાવી ભરાવે છે?!

આ પણ ગેરબંધારણીય છે હાઇકોર્ટના હુકમનો અનાદર છે અને વકીલાતની સિદ્ધાંતિક બાબતની વિરુદ્ધ હોય આવા વકીલો સામે ગુજરાત બાર કાઉન્સિલ સુઓમોટો ડીશીપ્લીનારી એક્શન કમિટીમાં પગલાં લેવાની કાર્યવાહી કરે કારણ કે આ ગુજરાત બાર કાઉન્સિલ નીમૂળભૂત ફરજનો ભાગ છે, જેને નજર અંદાજ ના કરે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

૨૦૧૯માં ગુજરાત સરકારની સ્પેશ્યલ લીવ પીટીશન ગુજરાત હાઇકોર્ટે રદ કરી હોય અને વિધાનસભા માં ૧૯૯૪ નો કાયદો અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે સરકાર આવા કથીત પરિપત્ર બહાર પાડવાની મંજૂરી કઈ રીતે આપી શકે?

ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સિક્રી એ એક ચુકાદામાં કહ્યું છે કે ‘‘બંધારણ નું વાંચન અને તેનું અર્થઘટન બંધારણના ‘આમુખ’ના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જાેઈએ’’!!

તો બીજી તરફ ભારતના બંધારણની કલમ ૨૦ ૧ મુજબ કોઈ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટે ગુનાનું તોમત મૂકાયું તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેને ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે તેને દોષિત ઠેરવી શકાશે નહી તેમજ તેને ગુના કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કાર્યવાહી કરી શકાય તેથી વધુ શિક્ષા કરી શકાશે નહીં

એવું બંધારણની કલમ ૨૦ ૧માં સુનિશ્ચિત કરાયું છે ત્યારે કોઇપણ ગુજરાત સરકારનો પગારદાર અધિકારી ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની ઉપરવટ જઇને કે ગુજરાત વિધાનસભામાં ઘડાયેલા કાયદાની ઉપરવટ જઇને પાછલી તારીખથી સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને પરિપત્ર બહાર પાડીને બીનબંધારણીય રીતે સ્ટેમ્પ ડ્યુટી કઈ રીતે વસુલી શકે તેમજ વકીલાત નો વ્યવસાય કરતા વકીલો બીનબંધારણીય પરિપત્ર ને આધાર બનાવી પક્ષકાર ગ્રાહકો ને પાછલી તારીખ થી દસ્તાવેજાે ઉભા કરવાની સલાહ કઈ રીતે આપી શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.