Western Times News

Gujarati News

યુનિયન બેન્કના લોકરમાં વૃદ્ધ આખી રાત પુરાઈ રહ્યા

નવી દિલ્હી, બેન્કના લોકરમાંથી દાગીના ચોરાઈ જવાની ઘટનાઓ તો બની જ છે પણ તેનાથી આગળ બેન્કના લોકરમાં એક વૃધ્ધ આખી રાત પૂરાઈ રહ્યા હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે.

હૈદ્રાબાદના જ્યુબેલી હિલ્સ વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં પોતાના લોકરને ઓપરેટ કરવા માટે ગયેલા ૮૪ વર્ષના વૃધ્ધને બેન્ક કર્મચારીઓએ ભૂલથી લોકર રૂમમાં જ પુરી દીધા હતા. વૃધ્ધ લોકર રૂમમાં છે તેવુ કોઈ કર્મચારીને યાદ રહ્યુ નહોતુ અને કર્મચારીઓ બેન્ક બંધ કરીને જતા રહ્યા હતા.

આ વૃદ્ધ રાત સુધી ઘરે નહીં આવતા પરિવારજનો પોલીસ પાસે પહોંચ્યા હતા. એ પછી પોલીસે બેન્કના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તેના આધારે ખબર પડી હતી કે, વૃધ્ધ તો લોકર રૂમમાં જ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.