Western Times News

Gujarati News

કપાલભાતિ શ્વસનના રોગો જેમ કેે અસ્થમા, એલર્જી અને સાઈનસમાં લાભકારી

પ્રતિકાત્મક

કપાલભાતિ કરવાથી રક્તકણો વધે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય છે. એ શરીરને આંતરીક રીતે સાફ કરીને મગજને શાંત રાખે છે અને એકાગ્રતા વધારે છેે. કપાલભાતિ પ્રાણાયમ તન અને મન બંન્ને માટે ખુબ જ ઉત્તમ શ્વસનક્રિયા છે પણ એ યોગ્ય રીતે થાય એ જરૂરી છે

જેમ યોગના અલગ અલગ આસન ફીટનેસ જાળવવામાં મદદ કરે છે એવી જ રીતે કપાલભાતિ પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે. કપાલભાતિ હકીકતમાં એક બ્રિધીંગ એક્સરસાઈઝ છે. આ એકસર સાઈઝ રોજ કરવાથી સ્ટેમિના અને તાજગીમાં વધારો થાય છે.

કેવી રીતે કરાય??
કપાલભાતિ ક્રિયામાં શ્વાસ લેવા પર નહીં, છોડવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પદ્માસન અથવા તો વજ્રાસન કરીને ટટ્ટાર બેસવુ. કપાલભાતિ બેસીને કે ઉભા રહીને પણ કરી શકાય છે. પરંતુ બેસીને કરવાનું વધુ સારૂ રહેશે. બંન્ને હાથથી જ્ઞાન મુદ્દા કરીને તેને કોણીએથી વાળ્યા વગર ચત્તા ઢીંચણ પર મુકો.

એમ કરવાથી ખભા સહેજ ઉંચે રહેશે. પણ તેથી પેટની હલનચલનમાં સરળતા રહેશેે. આસનમાં સ્થિર બેઠા પછી લગભગ એક મીનિટ સામાન્ય રીતે શ્વાસ લેતા હો એમ લેવો. સાચી રીતે શ્વાસ લેતા હો તો પેટ ફૂલે છે અને કાઢવાથી પેટ સામાન્ય અવસ્થામાં આવે છે.

શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે એ બાબતે સભાનતા કેળવાય એટલે કપાલભાતિ શરૂ કરી શકાય. આ પ્રાણાયમમાં ઉચ્છવાસ કાઢવાનો છે. એટલુ જ નહીં સહેજ હળવા ફોર્સ સાથે કાઢવાનો છે. નાભિના સ્નાયુને અંદરની તરફ ધકેલીને પેટને અંદર લેતી વખતે શ્વાસ કાઢવાનો. બસ, કાઢતા જ રહેવાનો, વચ્ચે શ્વાસ લેવાનો પ્રયત્ન ન કરવોે. શ્વાસ નીકળે એ વચ્ચેના ગાળામાં આપમેળે થોડી હવા અંદર જતી રહે છે.

શ્વાસ લીધા વિના સતત ઉચ્છવાસ કાઢતા રહેવુ એ છે કપાલભાતિ. સામાન્ય રીતે શરૂઆત કરતા હો તો પહલાં વીસ-પચ્ચીસ વાર ઉચ્છવાસ કાઢ્યા પછીજાણે શ્વાસ અંદર ખુટી ગયો છે એવુૃ લાગવાથી વ્યક્તિએ બ્રેક લેવી પડે છે. થાક લાગેે તો અટકી જવુ. એક બે નોર્મલ શ્વાસોચ્છવાસ લીધા પછી ફેરીથી કપાલભાતિ ની ક્રિયા શરૂ કરવી. પહેલીવાર કરતા હો તો શરૂઆતમાં પાંચેેક મીનિટ આ ક્રિયાનું આવર્તન કરવું. ધીમે ધીમે કરતા ક્ષમતા વધશે.

કપાલભાતિ તમારા શરીરને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. એમાં શ્વાસોશ્વાસની ઝડપી ક્રિયાથી શરીરના ઝેરી અને નકામા દ્રવ્યો ઉચ્છવાસ વાટે બહાર ફેંકાઈ જાય છે. અને આપમેળે વધુ ઓક્સિજન શરીરમાં જતો હોવાથી ફેટ બળવાની ક્રિયા ઝડપી બને છે. લાંબાગાળા સુધી આ ક્રિયા નિયમિત કરવાથી શરીર કાંતિમય બને છે. જાે કે પ્રેજ્ઞન્ન્સી દરમ્યાન કપાલભાતિ ન કરાય. આ સિવાય ખુબ જ ઉંચુ બ્લડ પ્રેશર હોય તેમજ હાર્ટ પહોળુ થતુ હોય એવા દર્દીઓએ પણ કપાલભાતિ કરવાનું ટાળવુ જાેઈએ.

વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ વસ્તુ ત્યારે જ બળે જ્યારે ઓક્સિજનની હાજરી હોય. શરીરમાં ઓક્સિજન વધુ માત્રામાં જવા લાગેે એટલે કેલર્રી બર્ન થવાની ક્રિયા ઝડપી થવા લાગે છે. ચયાપચયનું કાર્ય ઝડપી બનવાથી તમે પહેલાં જેટલી જ પ્રવૃત્તિ કરતા હોવા છતાં કેલરી બળવાની ગતિ વધતા ગરબી ઝડપથી બળે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
કપાલભાતિ કરવાથી રક્તકણો વધે છે. લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે. એ શરીરને આંતરીક રીતે સાફ કરીને મગજને શાંત રાખે છે. અને એકાગ્રતા વધારે છે. નિયમિત કપાલભાતિ પેટ પરની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કપાલભાતિ શ્વસનના રોગો જેમ કેે અસ્થમા, એલૃજી, અને સાઈનસમાં લાભકારી છે.

અને કબજીયાત, વાળ ખરવા, એસીડીટી, ડાયાબિટીસ જેવા રોગોમાં ફાયદાકારક છે. એનાથી શરીરમાંથી નકામા ઝેરી તત્ત્વો ઉચ્છવાસ વાટે નીકળી જતાં હોવાથી લાંબા સમયે ચહેરા પર ચમક આવે છે. કપાલભાતિ ફેફસા માટેની સર્વશ્રેષ્ઠ કસરત છે. કપાલભાતિ કરવાથી ફેફસાની અંદર રહેલી સુક્ષ્મ રક્તકોશિકાઓમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. અને ઓક્સિજનનો સંચાર થાય છે.

પ્રાણાયામ યોગ્ય રીતે થાય છે એ જરૂરી
પ્રાણાયામ કરતી વખતે એ સાચી પધ્ધતિથી થાય એ વાતનું ધ્યાન રાખવુ. બહુ જરૂરી હોય છે. ખોટી રીતે, ઉતાવળે, ખોટા સમયે, અતિશય વધારે કે સાવ કરવા ખાતર કરેલી યોગક્રિયાઓ મોટાભાગેે લાભ નથી આપતી અને ક્યારેક અવળી પણ પડે છે. કપાલભાતિ પ્રાણાયામ તન અને મન બંન્ને માટે ખુબ જ ઉત્તમ શ્વસનક્રિયા છે પણ એ યોગ્ય રીતે થાય એ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.