“ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?” એ એક વર્ષ પૂરું કર્યું!
ઉત્તર પ્રદેશ હિંદી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના અનેક પ્રતિભાશાળી કલાકારો, લેખકો અને ટેક્નિશિયનોનું ઘર રહ્યું છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે રાજ્ય અને તેની રાજધાની લખનૌ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો, ઓટીટી કન્ટેન્ટ અને હવે ટેલિવિઝન શો માટે પ્રેરણા રહ્યાં છે.
ગયા વર્ષે 30મી માર્ચે એન્ડટીવીએ અનોખા પ્રયાસમાં લખનૌ આધારિત પરિસ્થિતિજન્ય કોમેડી ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ? શો લોન્ચ કર્યો હતો.
સંપૂર્ણ નવા સ્થાનિક પ્રોડકશન યુનિટ અને કલાકારોમાં સકિના મિરઝા તરીકે આકાંક્ષા શર્મા, શાંતિ મિશ્રા તરીકે ફરહાના પરવીન, ઝફર અલી મિરઝા તરીકે પવન સિંહ, રામ ચંદ્ર મિશ્રા તરીકે અંબરીશ બોબી સાથે આ શોએ હિંદી જીઈસી ઉદ્યોગમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. શોએ એક વર્ષ સફળતાથી પૂરું કર્યા પછી આખી ટીમ આ યાદગાર અવસરની ઉજવણી કરવા માટે શહેર ખાતે આયોજિત પાર્ટીમાં એકત્ર આવી હતી.
એન્ડટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકરે જણાવ્યું કે, “ઓર ભાઈ ક્યા ચલ રહા હૈ? એન્ડટીવીના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે. મોટે ભાગે સ્થાનિક પ્રતિભા અને ક્રુ સાથે ઉત્તર પ્રદેશમાં મૂળ સ્થાપિત કરનારો આ પ્રથમ હિંદી ટેલિવિઝન શો છે.
ચેનલ તરીકે હિંદીભાષી દર્શકોને પહોંચી વળતાં ઉત્તર પ્રદેશ અપવાદાત્મક રીતે ઉત્તમ સ્થાનિક પ્રતિભા સાથે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ, સહભાગી અને મનોરંજક કન્ટેન્ટના ઉત્તમ સ્રોત તરીકે કામ કરે છે. આ શોની સફળતા તેમની સંભાવનાનો દાખલો છે. ભાવિ ફિલ્મ સિટી નિર્માણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને વધુ પ્રતિભાઓને આકર્ષશે.
અમે હવે અહીં ઉત્તર પ્રદેશમાં વધુ પ્રોજેક્ટની ખોજ કરી રહ્યા છીએ અને કલાકારો, ટેક્નિશિયનો હોય કે ડાયરેક્ટરો, સ્થાનિક પ્રતિભાની ખોજ કરવા માટે અમને મદદરૂપ થવા મંચ નિર્માણ કર્યું છે. ચેનલ માટે આ ખરેખર નવા અને રોમાંતક તબક્કાની શરૂઆત છે.” અમે કલાકારો, ડાયરેક્ટરો અને ટેક્નિકલ પ્રોડકશન ક્રુને તેમની પ્રોફાઈલ, વિડિયો, સીવી એન્ડટીવી પર andtv.zee5.com/andtvtalent.પર શેર કરવા આમંત્રિત કરીએ છીએ. પ્રોફાઈલ શેર કરવું તે પસંદગીની વોરન્ટી નથી.
કોઈ પણ આઈડિયા, સ્ક્રિપ્ટ, સંકલ્પના ,સ્ક્રીનપ્લે વગેરે આ માધ્યમથી સ્વીકારાશે નહીં અને તેથી તે નહીં મોકલવાની તમને વિનંતીછે. જો તેમાં નિષ્ફળ જશો તો ઝીલ કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન માટે ઉત્તરદાયી કે જવાબદાર નહીં રહેશે.