Western Times News

Gujarati News

સમીરા રેડ્ડીને હતી વિલ સ્મિથની પત્ની જેવી બીમારી

મુંબઈ, આ વર્ષે ઓસ્કર અવોર્ડની વિજેતા ફિલ્મો કરતા વધારે ચર્ચા વિલ સ્મિથ અને ક્રિસ રૉકની થઈ રહી છે. હોલિવૂડ અભિનેતા વિલ સ્મિથએ હોસ્ટ ક્રિસ રૉકને ઓસ્કર સમારોહમાં તમામ લોકોની વચ્ચે થપ્પડ માર્યો હતો. આ જાેઈને ત્યાં હાજર મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

કોમેડિયન અને હોસ્ટ ક્રિસ રૉકે વિલ સ્મિથના પત્ની જેડા પિંકેટ સ્મિથની ટાલની મજાક ઉડાવી હતી. આ સાંભળીને વિલ સ્મિથ રોષે ભરાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જેડા સ્મિથ એક બીમારીથી પીડિત છે, જેનું નામ Alopecia છે. આ બીમારીમાં વાળ ખરી જાય છે.

હવે આ બીમારી બાબતે બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડીએ પણ ખુલીને વાત કરી છે. સમીરા રેડ્ડીએ પોતાની તસવીરો શેર કરીને આ બીમારી વિશે જાણકારી આપી છે. તેણે આ બાબતે ઘણી લાંબી પોસ્ટ લખી છે. તેણે જણાવ્યું કે, તાજેતરમાં થયેલા ઓસ્કર વિવાદે મને પણ મારી વાળ ખરવાની સમસ્યા વિશે વાત કરવાની હિંમત આપી છે.

આપણે તમામ લોકોએ જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો હોય છે, આપણે એક લડાઈ લડી રહ્યા હોઈએ છીએ. આ પરિસ્થિતિમાં હકારાત્મક વસ્તુઓ સ્વીકારવાની જરૂર હોય છે.

Alopecia Areata શું હોય છે? આ એક ઓટો ઈમ્યુન બીમારી છે. સમીરા રેડ્ડીએ લખ્યું છે કે, જ્યારે તમને આ બીમારી થાય છે ત્યારે તમારા વાળને નુકસાન પહોંચે છે. વાળ ઝડપથી ખરવા લાગે છે અને ટાલ પડી જાય છે.

મારી સાથે પણ આવુ થતુ હતું. એક મહિનામાં તો મારા માથામાં બે સ્થળ પર વાળની વચ્ચે ટાલ પડવા લાગી. આ બીમારી સાથે ડીલ કરવું એક મુશ્કેલ કામ છે. આ બીમારી સંક્રામક નથી. તેનાથી અન્ય કોઈ અંગ પણ પ્રભાવિત નથી થતું પણ માણસને તે ભાવનાત્મક રીતે તોડી દે છે.

સમીરા જણાવે છે કે, મને ડોક્ટરોએ જણાવ્યું કે આ સ્થિતિમાં વાળ ફરીથી ઉગી શકે છે. પરંતુ હું જાણતી હતી કે આ બીમારીની કોઈ સારવાર નથી અને તેની પાછળનું કોઈ ઠોસ કારણ પણ નથી કે આખરે આ બીમારી કેમ થાય છે. અત્યારે મારા વાળ સારા છે.

મને આ સમસ્યા વર્ષ ૨૦૧૬માં થઈ હતી. મેં હોમિયોપેથી દવા લીધી હતી. હું નસીબદાર છું કે મારા વાળ પાછા આવી ગયા. ઉલ્લેખનીય છે કે એલોપેસિયા એરિટા એક ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે. તેનાથી વાળ ખરવા લાગે છે અને માથામાં ટાલ પડી જાય છે.

મહિલાઓમાં આ બીમારી ૩૦-૩૫ વર્ષની ઉંમરમાં વધારે જાેવા મળે છે. વાળ અત્યંત ઝડપથી ખરે છે. આ બીમારીને કારણે માત્ર માથાના જ નહીં, આખા શરીરના વાળ ખરવા લાગે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.