Western Times News

Gujarati News

અમદાવાદ: દાણીલીમડામાં ગાળો બોલવાની ના પાડતા ચાકુથી હુમલો: એક યુવકનું મોત

Youth suicide in bus

Files Photo

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા ચાકુથી હુમલો કરાતા એક યુવકનું મોત નીપજ્યુ તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ખોડીયારનગર BRTS બસ સ્ટેન્ડની સામે આવેલી ઈલેક્ટ્રીકની દુકાનમાં નોકરી કરીને વસીમ રાણા પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેઓ 3 ભાઈ છે,

સૌથી મોટો ભાઈ બિલાલ 22 વર્ષનો છે તેનાથી નાનો વસીમ અને સૌથી નાનો ભાઈ અદનાન 18 વર્ષનો છે. તેમની માતા ઘરકામ કરે છે અને પિતા છુટક મજૂરી કરે છે અને તેમના પિતાજીને ચાર ભાઈ બહેન છે જેમાંથી સૌથી મોટા બાપા રહીમભાઈ છે જેઓ તેમના પરીવાર સાથે રામ રહીમ મંડળની ઓફિસની બાજુમાં રામ રહીમનો ટેકરો બહેરામપુરા દાણીલીમડામાં રહે છે અને તેમને સંતાનમાં ચાર બાળકો છે જેમાં સૌથી મોટા રફીક ભાઈ છે જે ફુટવેરની દુકાનમાં નોકરી કરે છે.

બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રે પોણા આઠ વાગ્યે આસપાસ વસીમ દાણીલીમડા બહેરામપુરા રામ રહીમના ટેકરા ખાતે આવેલી કલ્લુભાઈ વાળંદની દુકાન પાસે વાળ કપાવવા માટે ઉભા હતા તે દરમિયાન તેમના મિત્ર મોઈન ખાન યાયાખાન પઠાણ ત્યાં તેમનુ બર્ગમેન સ્કુટર લઈને આવ્યા અને તેમણે તેમની પાસેથી ઉછીના રૂપિયા લીધા અને જ્યારે મોઈનખાન તેમની બર્ગમેન સ્કુટર વળાવતા હતા.

દરમિયાન બહેરામપુરા હુલ્લાડીયા હનુમાન ચાર રસ્તા નારણદાસની ચાલી ખાતે રહેતા સલમાનના નાના ભાઈ સાહીલ તેનુ બાઈક ચલાવી ત્યાંથી પસાર થતો હતો તે દરમિયાન સાહીલનુ બાઈક મારા મિત્ર મોઈનના બર્ગમેન સાથે અથડાતા મારા મિત્ર મોઈને સાહીલને બાઈક જોઈને ચલાવવાનુ કહેતા તે મોઈન ઉપર ઉશ્કેરાઈ ગયો અને તેને જેમ ફાવે તેમ ગંદી બિભત્સ ગાળો બોલવા લાગ્યો.

જેથી વસીમે ઝઘડો ના કરવા સમજાવતા સાહીલે તેમને પણ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જોકે ત્યાં જ અંદરો અંદર વાત પૂરી થઈ ગઈ હતી.

બાદમાં થોડીવાર વસીમ રાણા ત્યાં જ ઉભા હતા તે દરમિયાન ત્યાં સલમાન તથા તેનો નાનો ભાઈ સાહિલ તેમજ સલમાનનો મિત્ર ત્યાં આવ્યો તથા તેના નાનાભાઈ સાહીલના હાથમાં છરી હતી.

સલમાનનો મિત્ર કંઈ પણ સમજ્યા વગર મને મારવા જતા હુ ત્યાંથી ભાગવા લાગ્યો તે દરમિયાન આ ત્રણેય મારી પાછળ પાછળ આવ્યા અને સલમાને પાછળથી તેના હાથમાંની છરીનો એક ઘા મારી પીઠના ભાગે ડાબી બાજુ મારી દીધો જેથી ત્યાં મારા મોટા બાપાનો દિકરો રફીક ત્યાં બેસ્યો હોવાથી તે મને છોડાવવા વચ્ચે પડવા જતા તેમની છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી. પીડિતે ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.