Western Times News

Gujarati News

એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે

Files Photo

નવી દિલ્હી, 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલમાં ગુડી પડવા, આંબેડકર જયંતિ અને બૈસાખી જેવા તહેવારોને કારણે અલગ-અલગ શહેરોમાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એપ્રિલ 2022માં બ્રાન્ચની રજાઓની યાદી વેબસાઈટ પર જાહેર કરી છે. માહિતી અનુસાર સમગ્ર દેશમાં બેંકિંગ રજાઓ એક સાથે નથી હોતી. ઘણી રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં ખાસ પ્રસંગોની સૂચના પર પણ આધાર રાખે છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ નથી થતી, ચાલો જાણીએ કે એપ્રિલમાં કેટલી રજાઓ છે અને તે કયા-કયા શહેરમાં લાગુ થશે.

1 એપ્રિલ – બેંક ખાતાઓનું વાર્ષિક ક્લોઝિંગ – લગભગ તમામ રાજ્યોમાં બેંકો બંધ. 2 એપ્રિલ – ગુડી પડવો/ઉગાદી તહેવાર/નવરાત્રીનો પ્રથમ દિવસ/તેલુગુ નવું વર્ષ/સાજીબુ નોંગમ્પામ્બા (ચૈરોબા) – બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંકો બંધ છે.

3 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા), 4 એપ્રિલ – સરીહુલ-રાંચીમાં બેંક બંધ, 5 એપ્રિલ – બાબુ જગજીવન રામનો જન્મદિવસ – હૈદરાબાદમાં બેંકો બંધ, 9 એપ્રિલ – શનિવાર (મહિનાનો બીજો શનિવાર), 10 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)

14 એપ્રિલ – ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ/ મહાવીર જયંતિ/ બૈસાખી/ તમિલ નવું વર્ષ/ ચૈરોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ – શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ, 15 એપ્રિલ – ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ – જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાયના સ્થળોએ બેંકો બંધ, 16 એપ્રિલ – બોહાગ બિહુ – ગુવાહાટીમાં બેંકો બંધ

17 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા), 21 એપ્રિલ – ગડિયા પૂજા – અગરતલામાં બેંકો બંધ, 23 એપ્રિલ – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર),  24 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા), 29 એપ્રિલ – શબ-એ-કદ્ર/જુમાત-ઉલ-વિદા – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.