Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયામાં હવામાં જોરદાર ટક્કર બાદ બે કેટી -૧ ટ્રેનર જેટ ક્રેશ

નવીદિલ્હી, દક્ષિણ કોરિયામાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં એરફોર્સના બે કેટી ૧ ટ્રેનર જેટ હવામાં અથડાયા બાદ ક્રેશ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દેશના દક્ષિણ ભાગમાં બની હતી. આ ઘટના અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ત્રણ પાયલટના મોત થયા છે અને અન્ય એક ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે, પ્લેન સિયોલથી ૩૦૦ કિમી દક્ષિણે સાચેઓનમાં ચોખાના ખેતરમાં ક્રેશ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે જેટ એકબીજા સાથે હવામાં અથડાયા બાદ ક્રેશ થયા હતા. ૩૦થી વધુ ફાયર ફાઈટર અને ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સને અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવ્યા છે.

આ પહેલા નોર્વેમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના દાવપેચ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. જેના કારણે ચાર અમેરિકન સૈનિકોના મોત થયા હતા. આ માહિતી આપતાં નોર્વેના વડા પ્રધાન જાેનાસ ગહર સ્ટોર અને સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે આ કવાયતને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

જાેનાસ સ્ટોરે ટિ્‌વટ કર્યું કે અકસ્માતમાં ચાર અમેરિકી સૈનિકોના મોત થયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ નોર્વેની પોલીસે આ વિસ્તારમાં ખરાબ હવામાનની જાણ કરી છે. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે, ‘આ અમેરિકન સૈનિકો નાટોની સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. અમે માર્યા ગયેલા સૈનિકોના પરિવારો, સંબંધીઓ અને સાથીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.