Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના મહિલા સશક્તિકરણ માટે પ્રતિબધ્ધતાપૂર્ણ ૨૦૦ દિવસ

૨૦૦ દિવસમાં નારીશક્તિને દીઘદ્રર્ષ્ટિપુર્ણ રચનાત્મક એંગલ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આપ્યો છે. જ્યારે ગુજરાતની નારીની વાત આવે ત્યારે તેના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષની વાત સહજ રીતે માનસપટ ઉપર તરવરવા લાગે. મહિલા સશક્તિકરણનો નવતર ચીલો ગુજરાતે ચાતર્યો છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલ ભારતના લોક લાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની અલગ રચના કરીને મહિલા સશક્તિકરણમાં સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો હતો. આ વિભાગ હેઠળ યુનિટ શરૂ કરીને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓ અને નાના બાળકોના પોષણ અને આરોગ્યની ચિંતા કરી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ઉર્જાવાન રાજ્ય સરકાર ગુજરાતમાં મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસના આ મંત્રને આગળ ધપાવી રહી છે.

મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રીશ્રી મનીષાબેન વકીલે અંદાજપત્રિય માંગણીઓ ઉપર ચર્ચા કરતા વિધાન સભા બજેટ સત્રમાં વિગતો આપી હતી કે, રાજ્ય સરકારે સૌ પ્રથમવાર જેન્ડર બજેટ બનાવીને ૮૯૧ જેટલી મહિલાલક્ષી યોજનાઓને પરિણામલક્ષી રીતે ગુજરાતમાં કાયાર્ન્વિત કરવામાં આવી રહી છે.

જે પૈકી ૧૭૮ યોજનાઓ માત્રને માત્ર મહિલાઓ માટે જ છે. આ માટે કુલ રૂ. ૮૯,૩૩૭.૧૦ કરોડની માતબર રકમની જાેગવાઇ કરવામાં આવી છે. રાજયના સર્વાંગી વિકાસની સતત ચિંતા કરતા તથા સર્વોદયના ધ્યેયને સિદ્ધ કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ કુપોષણના મુદ્દે ખૂબ જ અત્યંત સંવેદનશીલ અભિગમ ધરાવે છે.

તેઓ દ્રઢપણે માને છે કે, ગુજરાતમાંથી કુપોષણ શબ્દ જ દૂર કરી દેવો છે. માત્ર સુપોષણ શબ્દ જ રહે એવી ગુજરાત સરકારની નેમ છે. આ શબ્દોને સાર્થક કરવા માટે કુપોષણ સામે જંગ છેડવા માટે રૂ. ૮૧૧ કરોડની ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના’ અમલમાં મુકવામાં આવી છે.

‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના’ અંતર્ગત બાળકના પહેલા ૧૦૦૦ દિવસો માટે “પોષણ કીટ” (રો-રાશન)માં ૧ કિલો તુવેર દાળ, ૨ કિલો ચણા અને ૧ કિલો સીંગેતલ આપવામાં આવનાર છે.ગુજરાતની ૧૭ લાખ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને આ પોષણકીટનો લાભ આપવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. સરકાર દ્વારા તાજેતરમાં ‘પા પા પગલી’ પ્રોજેકટ શરૂ કરાયો છે. -મનિષા વાઘેલા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.