Western Times News

Gujarati News

સરપંચના પતિ રૂપિયા બે લાખની લાંચ લેતા ACBના હાથે પકડાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેમદાવાદના રોહિસ્સા ગામે આકારણી માટે સરપંચના પતિ, તલાટી અને સભ્યએ ૨ લાખની લાંચ માંગતા ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ત્રણ પૈકી લાંચીયા સરપંચના પતિને રંગેહાથે ઝડપી લીધો છે. જ્યારે ઘટનામાં ફરાર તલાટી અને સભ્યને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

આ અગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામે રહેતા બાબુભાઈ ખોડાભાઈ રાઠોડના પત્ની ગામના સરપંચ છે. જાેકે વહીવટ બાબુભાઈ રાઠોડ જ સંભાળે છે.ગામ માં રહેતા એક વક્તી ને બોરની ટાંકીની અને ઓરડાની આકારણી ની જરૂર હતી જેથી તેવો રોહિસ્સા ગ્રામ પંચાયત ખાતે ગયા હતા અને અરજી આપેલ હતી.

છતાં તેમને આકારણી મળતી ન હતી વારંવાર ધક્કા તેઓ ખાતા હતા દરમિયાન સરપંચના પતિ બાબુભાઈ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ચીમનલાલ પરમાર અને પંચાયતના સભ્ય બળદેવભાઈ બીજાેલભાઈ રબારી નો સંપર્ક થયો હતો તેમણે આ આકારણી કાઢી આપવા માટે લાંચની મોટી રકમની માગણી કરી હતી.

સરપંચના પતિ, તલાટી અને સભ્ય એ અરજદારને જણાવ્યું કે જમીનની આકારણી થશે બાદમાં બોરની આકારણી માટે રૂપિયા ૨ લાખ રોકડાની માંગણી કરેલી હતી. આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ગતરોજ એસબીએ લાંચના છટકુ ગોઠવ્યું હતું.

બાબુભાઈ ખોડાભાઈ રાઠોડે અરજદારને પોતાના મકાનમાં બોલાવ્યો હતો. આ દરમિયાન અરજદાર સાથે ગાંધીનગરની છઝ્રમ્ ટીમે અહીયા પહોંચી અને? લાંચ પેટે ૨ લાખ સ્વીકારતા રંગેહાથ બાબુભાઇ રાઠોડ ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામા તલાટી કમ મંત્રી પ્રશાંત પરમાર અને પંચાયતના સભ્ય બળદેવભાઈ રબારી હાજર નહોતા.

જેથી આ બંનેને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ ગાંધીનગર એ.સી.બી એ આ સમગ્ર મામલે કુલ ત્રણ સામે લાંચ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ બનાવની વધુ તપાસ અમદાવાદ એસીબીના પી.આઇ એસ.એન. બારોટ ચલાવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.