Western Times News

Gujarati News

નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા વહીવટમાં દખલ કરવાના મુદ્દે ચીફ ઓફિસરને આવેદન

જંબુસર નગરપાલિકા પ્રમુખ સામે કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા પાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર નગરપાલિકા પ્રમુખ પતિ વારંવાર વિવાદોના વમળમાં ફસાઈ છે અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચાઓમાં આવતા હોય છે.ત્યારે ફરી એક નવા વિવાદનો મધપૂડો છંછેડાયો અને નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને નગરપાલિકા પ્રમુખ સામે કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

નગરપાલિકા પ્રમુખે તેમના પતિને નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાની ખુલ્લી છૂટ આપી અને તેઓ વહીવટ કરવા અસમર્થ છે તેમ જણાતા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્ર થઈ નગરપાલિકા ચીફ ઓફીસર ટંકારી ભાગોળ ખાતે રહી તેમની ફરજ બજાવતા હોય ત્યાં પહોંચી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની આગેવાનીમાં ચીફ ઓફિસર યોગેશભાઈ ગણાત્રા તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ૨૬/૩/૨૨ ના રોજ નગરપાલિકા પરિષદ ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મીટીંગમાં પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીના પતિ ભાવેશભાઈ રામીને ભાવનાબેન નગર પાલિકાનાં ખર્ચે ગેરકાયદેસર રીતે સોમનાથ લઈ ગયેલ હતા.

જ્યાં પાલિકા પ્રમુખના પતિદેવ દ્વારા મીટીંગમાં જંબુસર નગરપાલિકા કર્મચારીઓ વિરૂદ્ધ ખુબજ ખરાબ વાણી વિલાસ કરેલ હોય જેને લઈ કર્મચારીઓની લાગણી દુભાયેલ છે.જે રોષ પ્રગટ કરી આવા વર્તનના સતત પ્રવાહી કર્મચારીઓનું મોરલ તોડી પ્રમુખ પતિ શું સાબિત કરવા માગે છે એ સમજ બહારની વાત છે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ પતિ દ્વારા નગરપાલીકા કર્મચારી વિનુભાઈ રાઠવા અને ધનેશભાઈ પટેલ સાથે ગેરવર્તન કરી પાલિકા કચેરીમાં ગાળો ભાંડતા તેમની તબિયત બગડી ગયેલ હતી અને બંને હાલ રજા ઉપર ઉતરી ગયેલ છે તથા નગરપાલિકા ડ્રાઈવર સઈદભાઈ શેખ ને ગેરકાયદેસર કામમાં સાથ આપવા દબાણ કરેલ તેમ કરવા સઈદભાઈએ ઈન્કાર કરતાં ગેરકાયદેસર રીતે નોકરી માંથી પ્રમુખ મારફત છુટા કરાવી દીધેલ છે.

નગરપાલિકા પ્રમુખ ફરજ બજાવવા અસમર્થ છે તેમના સ્થાને તેમના પતિ કોઈપણ જવાબદારી વગર પાલિકાના નાણાં અને સંસાધનો વેડફાડ કરી પાલિકાને આર્થિક નુકશાન કરતા હોઈ પ્રમુખ સામે કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું છે

તથા મુખ્ય અધિકારી સામે પણ પ્રમુખ પતિનું વર્તન ચાલુ હોય સમગ્ર સ્ટાફ તેમની સરમુખત્યારશાહી થી ત્રસ્ત છે.આ અંગે તેઓ સામે કાર્યવાહી થવા કર્મચારીઓની માંગણી છે.આવેદનપત્ર આપવા જંબુસર નગરપાલિકા ના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.