Western Times News

Gujarati News

૬૩ની ઉંમરે નીતૂ કપૂરે નોરા સાથે કર્યો જબરદસ્ત ડાન્સ

મુંબઇ, થોડા સમય પહેલા જ નોરા ફતેહીનું ગીત ડાન્સ મેરી રાની રીલિઝ થયુ હતું. આ ગીતના ડાન્સ સ્ટેપ્સ ઘણાં વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ તેના પર વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

તાજેતરમાં જ એક રિયાલિટી શૉમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂરે નોરા ફતેહી સાથે તેના આ ગીત પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો જાેઈને લોકો નોરાની સાથે સાથે નીતૂ કપૂરના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે, કારણકે અહીં તેમણે નોરાને બરાબરની ટક્કર આપી છે.

નીતૂ કપૂરે નોરાના ડાન્સ સ્ટેપ્સને સુંદરતાથી ફોલો કર્યો છે. નીતૂ કપૂરે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે, જેના પર તેમની થનારી પુત્રવધૂ આલિયા ભટ્ટે પણ પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે નીતૂ કપૂર તાજેતરમાં જ ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દિવાને જૂનિયર્સના સેટ પર પહોંચી હતી. આ એપિસોડની એક ક્લિપ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નીતૂ કપૂરે વીડિયો શેર કરીને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મારા મનપસંદ લોકો સાથે ડાન્સ દિવાને જૂનિયર્સના સેટ પર ઘણી મજા કરી. નીતૂ કપૂરના આ વીડિયો પર સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનિલ કપૂરે પણ આગ વાળું ઈમોજી કમેન્ટ કર્યું છે જ્યારે આલિયા ભટ્ટે લખ્યું છે કે- જીેષ્ઠર છ જંટ્ઠિિિ. નોરા ફતેહીએ પણ કમેન્ટ કરીને નીતૂ કપૂરના વખાણ કર્યા છે. નોરાએ લખ્યું કે, તમે અમેઝિંગ છો.

આ સિવાય નીતૂ કપૂરે મર્ઝી સાથે ડાન્સ કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. અહીં તેઓ એક જૂના ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને દર્શકો તેમને પ્રોત્સાહન આપવા માટે તાળીઓ પાડી રહ્યા છે અને ચીસો પાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતૂ કપૂર હવે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. તેઓ ડાન્સ દિવાને રિયાલિટી શૉના જજ તરીકે જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.