Western Times News

Latest News from Gujarat

રાજ્યના પોલીસ બેડામાં એકઝાટકે ૭૭ આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા

ગાંધીનગર, ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે ૭૭ IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા મોટા અધિકારીઓના નામ પણ સામેલ છે.

નોંધનીય છે કે જ્યપાલ સિંહ રાઠોડને રાજકોટના SP બનાવવામાં આવ્યા છે ત્યારે તરુણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલીના એસપી નિર્લિપ્ત રાયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બનાવવામાં આવ્યા છે.

IPS વિધી ચૌધરીની સુરતથી ગાંધીનગર બદલી, જયપાલસિંહ રાઠોડને રાજકોટ જિલ્લા પોલીસ વડા બનાવ્યા. વિશાલકુમાર વાઘેલાને સાબરકાંઠાના SP બનાવાયા લીના પાટીલની ભરૂચના SP બનાવાયા,  સ્વેતા શ્રીમાલીને પશ્ચિમ રેલવેના SP બનાવાયા .નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી બનાવાયા

દિપક મેઘાણીને રાજભવન ખાતે બદલી, મહેન્દ્ર બગરીયાને પૂર્વ કચ્છના SP બનાવાયા, હિતેશ જોશીયારને સુરત ગ્રામ્ય પોલીસ વડા બનાવાયા, તરૂણ દુગ્ગલને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા, આર.વી.ચુડાસમાને વડોદરા SRPFના કમાન્ડન્ટ બનાવાયા
સુજાતા મજમુદારને કરાઇ પોલીસ એકેડમી ખાતે બદલી.

સુધીર દેસાઇને રાજકોટ ઝોન-૨ના DCP બનાવાયા, બલરામ મીણાની દાહોદ ખાતે બદલી. કરણરાજ વાઘેલાને બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી, હિમકર સિંઘ અમરેલી જિલ્લા પોલીસ વડા બન્યા

રાહુલ ત્રીપાઠાની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી, રોહન આનંદને વડોદરા જિલ્લા SP બનાવાયા, મયુર ચાવડાને ઇન્ટેલિજન્સ વિભાગના વડા બનાવાયા ઉષા રાડાની સુરત સીટીમાં  DCP તરીકે નિયુક્તી કરવામાં આવી.

પાર્થરાજસિંહ ગોહીલને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા, મયુર પાટીલને IBના SP બનાવાયા, અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠાના SP બનાવાયા, એસ.આર.આડેદરા CID ક્રાઇમના SP બન્યા.

અચલ ત્યાગીને મહેસાણા જિલ્લા પોલીસ વડા બનાવ્યા, પ્રશાંત સુમ્બે નર્મદા જિલ્લા પોલી વડા બનાવાયા, પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા રવિન્દ્ર પટેલને ભાવનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા.

શૈફાલી બરવાલને બઢતી સાથે સ્ટેટ ટ્રાફિકના SP બનાવાયા, નિતેશ પાંડેને દ્વારકા જિલ્લાના SP બનાવાયા, લવીના સિન્હાને અમદાવાદ ઝોન ૧ ના DCP બનાવાયા, પન્ના મોમાયાને વડોદરામાં ઝોન ૪ના DCP તરીકે બદલી, મંજિતા વણાઝારાને SRP ગ્રુપ-૦૨માં કમાન્ડન્ટ તરીકે પોસ્ટિંગ અપાયું.

અર્પિતા પટેલને સ્ટેટ ટ્રાફિકમાં પોસ્ટિંગ અપાયું. રૂપલ સોલંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા. હરેશ દુધાતને સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા બનાવાયા. રાજેશ ગઢિયાને ખેડા જિલ્લાના SP બનાવાયા.

વિજય પટેલ બન્યા પાટણ જિલ્લાના SP,  તેજસ પટેલને સાબરમતી જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા, મનોહરસિંહ જાડેજાની રાજકોટથી ગીર સોમનાથ ખાતે બદલી, મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના SP બન્યા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon