Western Times News

Gujarati News

સરદારે ચિંધેલા માર્ગ પર રાષ્ટ્ર ઘડતર માટેનું કાર્ય સરદારધામ કરી રહ્યું છે : મુખ્યમંત્રી

અમદાવાદ વિશ્વ પાટીદાર સમાજ સરદાર ધામ ખાતેથી તાલીમ મેળવી સરકારી સેવામાં નિમણુક પામેલા ૧૧૧૬ જેટલા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા

સફળ થયેલા ઉમેદવારોએ સત્તાનો મોહ રાખ્યા વગર નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામો કરીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ : શ્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદ સરદારધામ કેળવણી ખાતેથી તાલીમ મેળવી સરકારી સેવામાં નિમણુક પામેલા ૧૧૧૬ જેટલા અધિકારીઓના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનો જે ધ્યેય સરદારધામ કેળવણી સંસ્થાએ સેવ્યો છે એ આજે પૂરો થતો જોવા મળી રહ્યો છે. સરદારે ચિંધેલા માર્ગ પર રાષ્ટ્ર ઘડતર માટે કાર્ય સરદારધામ કરી રહ્યું છે તેનો આનંદ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

State CM Bhupendrabhai Patel on the occasion of honoring ceremony of 1112 officers, who have been trained in Sardardham Kelavani Ahmedabad and appointed in the government service, He said that the goal of nation building from social building is being fulfilled today. The CM also said that he is happy that Sardar Dham is working for the betterment of the nation on the path paved by Sardar Patel.

આ અવસરે સરકારી સેવામાં નિમણુક પામેલા અધિકારીઓને માર્ગદર્શન આપતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી શબ્દ વાપર્યો છે ત્યારે આપ સૌએ હવે કર્મ કરવાનું છે અને કર્મયોગનો ભાવ તમારા કામમાં ચરિતાર્થ કરવાનો છે.

આપ સૌની પાસે આવતા દરેક નાનામાં નાના અને છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને તમારે કર્તવ્ય અને નિષ્ઠાથી દરેક કાર્યને સફળતા પૂર્વક પાર પાડવાના છે અને ગુજરાતને પ્રગતિના પંથે લઈ જવાનું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સફળ થયેલા ઉમેદવારોએ પોતાની સાફલ્યગાથા સમાજના અન્ય વિદ્યાર્થીઓને જણાવીને તેઓને પ્રેરિત અને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ.

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સફળ થયેલા ઉમેદવારોએ સત્તા કે ખુરશીનો મોહ રાખ્યા વગર નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાના દરેક કાર્યો કરીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ.

શ્રી જીતુભાઇ વાઘાણીએ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ૨૦૦ દિવસ પૂર્ણ કર્યા અંગેની વિગતવાર માહિતી પણ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા, સરદારધામ અમદાવાદના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા તેમજ સરદારધામ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પ્રશાંતભાઈ વાછાણી અને ગુણવંતભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.