Western Times News

Gujarati News

દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઇલમાં રહેતી અશ્લીલ ક્લિપો જવાબદાર: હર્ષ સંઘવી

સુરત, સુરતમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સરસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે દુષ્કર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીના કહેવા મુજબ દુષ્કર્મ જેવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે, ત્યારે તેને માટે સીધો દોષ પોલીસ ઉપર નાખવામાં આવે છે.

પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતા સામાજિક રીતે લોકોની વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે.

હર્ષ સંઘવીએ સર્વેને ટાંકતા કહ્યું કે,બાળકીઓ પરના કેસમાં મોટા ભાગે પરિવારના નજીકના કે પાડોશીઓ જવાબદાર હોય છે. જ્યારે દુષ્કર્મ આચરનારા મોબાઈલમાં વિકૃત ફિલ્મ જોઈને આ પ્રકારનાં કર્મો કરતાં હોય છે.

હર્ષ સંઘવીએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં સગો બાપ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરતો હોય તો એવા કિસ્સા અને કાયદો-વ્યવસ્થા સાથે કેવી રીતે જોડી શકાય. આવા કિસ્સાઓ અને સામાજિક પ્રશ્નોના સંદર્ભમાં લેવાવો જોઇએ.

સમાજમાં આ પ્રકારની માનસિકતા કેવી રીતે ઊભી છે. એના પર અધ્યયન કરવું જોઈએ. ન કે માત્ર દુષ્કર્મ બળાત્કાર જેવી ઘટનાઓ બને અને તેનો દોષ પોલીસ વિભાગ પર છોડી દેવો જોઈએ. કોઈ નજીકની જ વ્યક્તિ પોતાની આસપાસની દીકરી સાથે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપે તો એને સ્વાભાવિક રીતે જ સામાજિક દૂષણ કે, સામાજિક માનસિકતાનો પ્રશ્ન માની શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.